ભારતભરના ૮૦૦૦ સેવાકેન્દ્રો દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગે પ્રદર્શનો - પ્રવચનો - કાર્યક્રમો યોજાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-06 12:41:33
  • Views : 484
  • Modified Date : 2019-06-06 12:41:33

આંતરરાષ્ટ્રિય અધ્યાત્મસંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા દેશભરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રીન ભારતના લક્ષને પહોંચી વળવા આજે ૮ લાખ વૃક્ષોનું રોપણ કરવામાં આવેલ. બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાન્ત  ત્રિવેદીના જણાવ્યાનુસાર પર્યાવરણની શુધ્ધિ અને સકારાત્મક વિચારોની વૃધ્ધિ હેતુ સંસ્થાના વડા ર્ડા.દાદી જાનકીજીના આદેશને સાકાર કરવા દેશભરના ૮૦૦૦ બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્રો દ્વારા પર્યાવરણની  જાળવણી અંગે પ્રદર્શનો, રેલીઓ, વૃક્ષારોપણ  કાર્યક્રમો યોજી ૮ લાખ વૃક્ષોનું રોપણ તેનુ જતન કરવાના દ્રઢ સંકલ્પ સાથે હજારો કાર્યક્રમો યોજાયા. જેમાં દેશભરના ૮ લાખ બ્રહ્માકુમાર ભાઈ - બહેનો જાડાયા. મુખ્ય સમારંભ આબુ તળેટી-શાંતિવન ખાતે યોજાયો.  જેમાં દાદીજીએ માનવમાત્રને જળ બચાવવા - પર્યાવરણ બચાવવા તથા સકારાત્મક ચિંતન કરવાના દ્રઢ સંકલ્પ લેવડાવેલ.ઉત્તર ગુજરાતના મહેરામણા- ઉંઝા, ડીસા, પાલનપુર, ભીલડી દીયોદર , શિહોરી વગેરે સેન્ટરો દ્વારા પણ બ્રહ્માકુમાર ભાઈ બહેનોએ વૃક્ષારોપણ કરેલ. તથા હજારો લોકોને આ દિશામાં જાગૃત કરેલ.  


Download Our B K News Today App



Related News