પાલનપુરમાં મહિલા સુરક્ષા દિવસ ઉજવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-04 12:11:10
  • Views : 380
  • Modified Date : 2020-08-04 12:11:10

    જિલ્લામાં 1 થી 14 ઓગષ્ટ 2020 દરમિયાન મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવનારી છે.જે અંતર્ગત પાલનપુર ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે પાલનપુર મહિલા પોલીસ મથકના પીઆઇ પી. આર. મોદીએ બહેનો માટેના કાયદા તેમજ ફરિયાદ અંગે સમજ આપી હતી. બનાસકાંઠા 181 મહિલા અભિયમના કાઉન્સેલર જીનલબેન પરમારે જણાવ્યું હતું કે, ઘરેલું હિંસાનો બનાવ હોય કે, કોઈ શખ્સ દ્વારા ખોટી રીતે પજવણી કરવામાં આવતી હોય અથવા તો નોકરી ધંધાના સ્થળે ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોય તો એવી બહેન- દીકરીઓ નિઃ સંકોચ પણે 24 કલાકમાં કોઈ પણ સમયે 181માં કોલ કરી શકે છે.જેમાં આવી બહેન જો ઈચ્છે તો તેના નામની ગુપ્તતા પણ જાળવવામાં આવે છે. જ્યારે મહિલા શક્તિ કેન્દ્રના પતંજલીબેન પ્રજાપતિએ બહેનોને પગભર થવા માટે વિવિધ યોજનાઓ સહિતની માહિતી આપી હતી.કાર્યક્રમમાં પોલીસ બેજ સ્પોર્ટ સેન્ટરનો સ્ટાફ તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. 

Download Our B K News Today App



Related News