વાવના રામાસરામાં કેનાલનું કામ કરી મહિલાનું માથું સીમેન્ટ બનાવવાના મશીનમાં આવી જતાં ગંભીર ઇજા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-16 12:34:17
  • Views : 530
  • Modified Date : 2020-08-16 12:34:17

   વાવના રામાસરા પાસે કેનાલનું કામ કરી રહેલી યુપીની મજૂર મહિલા પાંગળીબેન ઘાઘુંભાઇ મેડાનો અચાનક માથાનો ભાગ આરસીસી માલ બનાવવાના મશીનમાં આવી જતાં માથાની ખોપરીની ચામડી ઉતરી જવા પામી હતી. આથી લોહી લુહાણ થતાં સારવાર અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પરંતુ મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ હોવાથી મહિલા બેભાન બની જતાં વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવી હતી. પાલનપુર સિવિલમાં મહિલાને લાવવામાં આવી હતી. જ્યાં તેની સારવાર દરમિયાન તબિયત સ્થિર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News