વડોદરામાં ફતેગજ પોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ છેતરપિંડીના 3 આરોપીનો વીડિયો ઉતારતી યુવતીની અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-19 15:58:21
  • Views : 383
  • Modified Date : 2020-10-19 15:58:21

        વડોદરા શહેરની ફતેગંજ પોલીસે છાણી વિસ્તારના ટીપી-13માં રહેતા નટુભાઇ ડાભી, કૌશિક ડાભી અને સાહેબરાવ સોનવણેની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી હતી. જેથી તેઓને ફતેગંજ પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખ્યા હતા. આ સમયે રૂપાલી સોનવણે(રહે, પ્રમુખસ્વામીનગર છાણી ટીપી-13, વડોદરા) પોલીસની પરવાનગી વગર લોકઅપ રૂમ પાસે ઉભી રહી હતી. પોલીસને શંકા જતા યુવતીના હાથમાં રહેલો મોબાઇલ ફોન ચેક કર્યો હતો, જેમાં યુવતીએ લોકઅપમાં કેદ આરોપીઓનું 1 મિનિટ 52 સેકન્ડનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. વીડિયો રેકોર્ડિંગ કરવા અંગે યુવતી પાસે કોઇ પરવાનગી ન હતી.વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા 3 શખ્સોની છેતરપિંડીના ગુનામાં ફતેગંજ પોલીસે ધરપકડ કરીને લોકઅપમાં ધકેલી દીધા હતા. આ દરમિયાન લોકઅપમાં કેદ આરોપીઓની વાતચીતનું મોબાઇલમાં વીડિયો રેકોર્ડિંગ કરી રહેલી યુવતીની પણ ફતેગંજ પોલીસે અટકાયત કરી હતી અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.અગાઉ ફતેગંજ લોકઅપમાં આરોપીઓનું વીડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાઇરલ થયું હતું. તેવા જ ઇરાદાથી આ યુવતીએ વીડિયો રેકોર્ડિંગ કર્યું હોવાની સ્પષ્ટતા થતાં ફતેગંજ પોલીસે પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર વીડિયો રેકોર્ડિંગ કરીને પોલીસ સ્ટેશનની આરોપી સાથે સંકળાયેલી ગુપ્ત કામગીરી સોસિયલ મીડિયામાં સહિતના મુદ્દે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અધિનિયમ એક્ટ મુજબ ગુનો નોંધીને યુવતીની અટકાયત કરી હતી.

Download Our B K News Today App



Related News