કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના રાજીનામા, નવા પ્રમુખ તરીકે હાર્દિક પટેલનું નામ મોખરે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-16 13:12:06
  • Views : 729
  • Modified Date : 2020-12-16 13:12:06

    રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થતાં નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું ધરી દીધું છે. જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ પણ પ્રભારીપદ છોડી શકે છે. આ સંજોગોમાં કોંગ્રેસે નવા પ્રમુખની શોધખોળ શરુ કરી દીધી છે. જેમાં હાલના ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનું નામ મોખરે છે. કેમ કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ ફરી એક વાર પાટીદાર કાર્ડ ખેલીને ભાજપને પરાસ્ત કરવાની વ્યૂહરચના ગોઠવી શકે છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારી વચ્ચે ગુજરાત કોંગ્રેસના બે યુવા નેતાઓએ હોદ્દા પરથી રાજીનામુ ધરી દેતાં ફરી રાજકારણ ગરમાયું છે.

    પ્રભારી રાજીવ સાતવ બંને નેતાઓના રાજીનામા પત્ર લઇને દિલ્હી પહોંચ્યાં છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ લેખિતમાં રાજીનામુ આપી દીધુ હતું. કોંગ્રેસના બધાય ધારાસભ્યોના સહકારથી વિરોધપક્ષના નેતા તરીકે ત્રણ વર્ષ સુધી કામ કર્યુ છે. વિધાનસભા વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર, પૂંજા વંશ અને અશ્વિન કોટવાલનું નામ ચર્ચામાં છે. જયારે પ્રદેશ પ્રમુખની કમાન સંભાળી શકે તે માટે અર્જૂન મોઢવાડિયા અને જગદીશ ઠાકોર અને હાલના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનું નામ ટોપ પર છે.અગાઉ 2015માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પાટીદાર મતદારોને કારણે ભાજપને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જેનું કારણ પાટીદાર અનામત આંદોલન અને તેના નેતા હાર્દિક પટેલ હતાં. હાર્દિક પટેલના કારણે ભાજપને ગામડાઓમાં મત મળી શક્યા નહોતા.

    જેની સામે કોંગ્રેસને વધુ મતો અને બેઠકો મળી હતી. હવે જ્યારે ફેબૃઆરીમાં ફરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે સાથે સાથે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખની પણ શોધ ચાલી રહી છે. તે સંજોગોમાં નવા પ્રમુખ તરીકે હાલના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને કાયમી પ્રમુખ બનાવી કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ સામે ટક્કર લઈ શકે છે.ગુજરાતમાં કોંગ્રેસની કપરી સ્થિતિ છે. ત્યારે રાજ્યના પ્રભારી રાજીવ સાતવના પ્રભારી તરીકેના સમય દરમિયાન જ કોંગ્રેસના 20થી વધુ ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોને સાચવવામાં અમિત ચાવડા-પરેશ ધાનાણી જ નહીં, રાજીવ સાતવ પણ નિષ્ફળ રહ્યા હતાં. હવે જયારે અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામુ ધર્યુ છે ત્યારે આગામી દિવસોમાં રાજીવ સાતવ પણ ગુજરાત કોંગ્રેસના પ્રભારીપદેથી રાજીનામુ ધરી દે તેવી શક્યતા જોવાઇ રહી છે.


Download Our B K News Today App



Related News