હોળાષ્ટક પૂરા થતા ભાજપે ગોવા અને મણિપુરમાં સરકાર રચવાનું શુભ કામ આદરી દીધું છે.આ માટે અમિત શાહે બે નેતાઓને દિલ્હી તેડાવ્યાં છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-20 11:32:37
  • Views : 215
  • Modified Date : 2022-03-20 11:32:37

ગોવામાં સરકાર રચવાને લઈને ભાજપ તેજ કરી હલચલ

મોડી રાતે અમિત શાહે યોજી બેઠક

બિરેન સિંહ અને થોંગમ વિશ્વજીત સિંહને દિલ્લીનું તેડુ

 

ગોવા અને મણિપુરમાં સરકારની રચના કરવાનું કામ ભાજપે શરુ કરી દીધું છે. શનિવારે મોડી રાતે ગૃહમંત્રી અમિત શાહે તેમના નિવાસસ્થાને ઉચ્ચ બેઠક બોલાવી હતી તેમાં મણિપુરના સીએમ બિરેનસિંહ અને ગોવાના સીએમ પ્રમોદ સાવંત હાજર રહ્યાં હતા. અમિત શાહે જેપી નડ્ડા તથા બીજા નેતાઓ સાથે મણિપુર અને ગોવામાં સરકારની રચનાને લઈને કવાયત કરી હતી. 

 

બિરેન સિંહ અને થોંગમ વિશ્વજીત સિંહને દિલ્લીનું તેડુ

 

મણિપુરના સીએમ પદના બે દાવેદાર હાલના મુખ્યમંત્રી બિરેનસિંહ અને થોંગમ વિશ્વજીત સિંહ દિલ્હી આવ્યાં હતા અને શાહને મળ્યા હતા

 

ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં સરકાર રચનાને લઈને ભાજપે તેજ કરી હલચલ

 

પાંચ રાજ્યોમાંથી ચાર રાજ્યોમાં મળેલી ભવ્ય જીત બાદ ભાજપે તરત સરકાર રચી દીધી હોત પરંતુ વચ્ચે હોળાષ્ટક આવતા આ કામ મોકૂફ રાખી દેવુ પડ્યું હતું પરંતુ હવે હોળાષ્ક પૂરા થતા ચાર રાજ્યોમાં સરકારની રચના તેજ બનાવાઈ છે. યુપીમાં 25 માર્ચે યોગી આદિત્યનાથ સીએમ પદના શપથ લઈ રહ્યાં છે. 

 

કલાકો સુધી ચાલી બેઠક 

 

સૂત્રોના જણાવ્યાનુસાર અમિત શાહ અને નેતાઓ વચ્ચેની બેઠક કલાકો સુધી ચાલતી રહી હતી અને ઘણા મુદ્દે ચર્ચા ચાલી હતી તેમાં મુખ્યત્વે મુખ્યમંત્રી અને કેબિનેટની રચનાને લઈને ચર્ચા કરાઈ હતી.હોળાષ્ટક પૂરા થયા બાદ હવે બન્ને રાજ્યોમાં સરકારની રચના કરવાનું કામ ભાજપે ઉપાડ્યું છે. 

 

ભાજપ હાઈકમાન્ડે બિરેનસિંહ અને પ્રમોદ સાવંતને બીજી વાર સીએમ બનાવવાની ખાતરી આપી નથી 

ગોવા અને મણિપુરને લઈને બીજી પણ એક રસપ્રદ વાત બહાર આવી છે. ભાજપે મણિપુર અને ગોવાના મુખ્યમંત્રીના ચહેરો પર ચૂંટણી લડી હતી પરંતુ ભાજપ હાઈકમાન્ડે હજુ સુધી તેમને બીજી વાર મુખ્યમંત્રી બનાવવાની ખાતરી આપી નથી.જોકે અમિત શાહે રાતોરાત બન્ને નેતાઓને દિલ્હી બોલાવીને સરકાર રચનાને તૈયારી કરી છે તથા બન્નેના અભિપ્રાયો જાણ્યા હતા.  

 

Download Our B K News Today App



Related News