થરાદ નજીક બાઈક સવાર દંપતીને રિક્ષાની ટક્કર વાગતાં પત્નીનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-04 11:03:42
  • Views : 621
  • Modified Date : 2020-08-04 11:03:42

    સુઇગામના ખડોલ ગામની મહિલા સોમવારે ભાઈને રાખડી બાંધવા પિયર જઈ રહી હતી તે દરમિયાન થરાદ શિતકેન્દ્ર નજીક રિક્ષાના ચાલકે બાઈકને ટક્કર મારતાં દંપતી પટકાયું હતુ.જ્યાં ગંભીર ઈજાને લીધે પત્નીનું મોત થયું હતુ. જ્યારે પતિને સારવાર અર્થે ખસેડાયા હતા. સુઇગામના ખડોલ ગામે રહેતા ભુરાભાઇ હરીરામભાઇ નાઇ સોમવારે રક્ષાબંધનને તહેવારને લઇ પત્ની જેવાબેનના ભાઇને રાખડી બાંધવા બાઇક નં.જીજે 08 સીએ 7695 પર જેવાબેનના પિયરીયે જઇ રહ્યા હતા.તે સમયે થરાદ-વાવ હાઇવે પર આવેલા શિતકેન્દ્ર નજીક કેનાલ પુલ પરથી પસાર થતી સમયે માર્ગ પરથી આવી રહેલી રિક્ષા નં.જીજે 08 એવી 0626 વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જો કે અકસ્માતમાં જેવાબેનને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. પતિ ભુરાભાઇને ઇજાઓ થતા 108 દ્વારા થરાદ સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા. ઇજાગ્રસ્ત ભુરાભાઇના પિતરાઇ ભાઇ નાગજીભાઇ રતનસિભાઇ નાઇએ થરાદ પોલીસ મથકે રિક્ષાના ચાલક સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News