અરૂણ ગોયલએ ચૂંટણી પહેલા રાજીનામું કેમ આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-10 10:27:05
  • Views : 96
  • Modified Date : 2024-03-10 10:27:05

લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે રાજીનામું આપી દીધુ છે. ગોયલના રાજીનામા બાદ 3 સભ્યના ચૂંટણી પંચમાં હવે મુખ્ય ચૂંટણી કમિશનર એકલા રહ્યા છે. આ પહેલા ફેબ્રુઆરીમાં ચૂંટણી કમિશનર અનૂપ પાંડે નિવૃત થઈ ગયા હતા. અરૂણ ગોયલ મુખ્ય ચૂંટણી કમિશનરની લાઈનમાં હોવાની ચર્ચા હતી પણ તે પહેલા જ તેમને રાજીનામું આપીને તમામ લોકોને ચોંકાવી દીધા છે.જો કે અરૂણ ગોયલએ ચૂંટણી પહેલા રાજીનામું કેમ આપ્યું છે તે વિશે હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી અને તેમને પણ કોઈ વાત કહી નથી. ગોયલને 21 નવેમ્બર 2022એ ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા હતા. ચૂંટણી પંચમાં તેમનો કાર્યકાળ 2027 સુધી હતો પણ તેમને લગભગ 3 વર્ષ પહેલા રાજીનામું આપી દીધુ છે. અરૂણ ગોયલ વિશે તમને જણાવી દઈએ કે 1985 બેચના પંજાબ કેડરના આઈએએસ અધિકારી રહ્યા છે. પંજાબ અને ભારત સરકારમાં કોઈ મોટા પદ પર રહ્યા બાદ 18 નવેમ્બર 2022એ તેમને સ્વૈચ્છિક સેવા નિવૃતિ લઈ લીધી હતી, જ્યારે તેમને 31 ડિસેમ્બર 2022એ નિવૃતિ લેવાની હતી. ત્યારબાદ 21 નવેમ્બરે તેમને ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા.ગોયલ મૂળ પટિયાલાના રહેવાસી છે. તેમને પોતાનું પ્રાથમિક શિક્ષણ પટિયાલામાં જ લીધુ અને બીએના ટોપર પણ રહ્યા છે. આઈએએસ બન્યા બાદ ગોયલ પંજાબ સિવાય કેન્દ્ર સરકારમાં ઘણા મોટા પદ પર તૈનાત રહ્યા. 37 વર્ષથી વધારેની સર્વિસ પુરી કર્યા બાદ ગોયલ ભારત સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલયના સચિવ પદ પરથી નિવૃત્ત થયા. અરૂણ ગોયલ ચર્ચિલ કોલેજ, યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ, ઇંગ્લેન્ડમાંથી ડેવલપમેન્ટ અર્થશાસ્ત્રમાં વિશિષ્ટતા સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ પણ છે. આ સાથે ગોયલે જ્હોન એફ કેનેડી સ્કૂલ ઓફ ગવર્નમેન્ટ, હાર્વર્ડ યુનિવર્સિટી અને અમેરિકામાં પણ ટ્રેનિંગ લીધી છે.આઈએએસ બન્યા બાદ ગોયલ લુધિયાણા અને ભટિંડા જિલ્લાના ચૂંટણી અધિકારી પણ રહ્યા છે. ત્યારે ભારત સરકારમાં સંસ્કૃતિ મંત્રાલયના સચિવ, દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીના ઉપપ્રમુખ, શ્રમ અને રોજગાર મંત્રાલયમાં વધારાના સચિવ અને નાણાકીય સલાહકાર અને નાણાં મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે પણ સેવા આપી છે.

Download Our B K News Today App



Related News