ભારતની ટ્રેનના ડબ્બા ત્રણ જ રંગના કેમ? કારણ જાણીને કહેશો આ તો ખબર જ નહોતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-10 17:47:04
  • Views : 272
  • Modified Date : 2022-04-10 17:47:04

ભારતીય રેલવે વિશ્વનું ચોથુ અને એશિયાનુ બીજુ સૌથી મોટુ રેલવે નેટવર્ક

ટ્રેનના ડબ્બાનો રંગ લાલ, વાદળી અને લીલો રંગ કેમ હોય છે?

જાણો ટ્રેનના દરેક ડબ્બાના કલરનો શું થાય છે અર્થ

 

લાલ રંગના કોચનો અર્થ 

જો તમે પણ ક્યારેય ટ્રેનમાં પ્રવાસ કર્યો છે તો જોયુ હશે કે ટ્રેનમાં ઘણા પ્રકારના ડબ્બા હોય છે. જેમાં AC કોચ, સ્લીપર કોચ અને જનરલ કોચ સામેલ છે. ટ્રેનમાં ત્રણ પ્રકારના ડબ્બા જોવા મળે છે. એક ડબ્બો લાલ રંગનો, બીજો વાદળી અને ત્રીજો લીલા રંગનો હોય છે. શું તમે આ રંગનો અર્થ જાણો છો? લાલ રંગના કોચને લિન્ક હૉફમેન બુશ કોચ કહેવામાં આવે છે. આ કોચ જર્મનીથી વર્ષ 2000માં ભારતમાં લાવવામાં આવ્યાં હતા. પરંતુ હવે પંજાબના કપૂરથલામાં બને છે. જેની ખાસિયત છે કે આ એલ્યુમિનિયમથી બનેલા હોય છે અને બીજા કોચની તુલનામાં હલ્કા હોય છે. આ સાથે તેમાં ડિસ્ક બ્રેક પણ આપવામાં આવે છે. પોતાની આ ખાસિયતના કારણે 200 કિમી પ્રતિ કલાકની ઝડપે ભાગ લઇ શકો છો. ઉલ્લેખનીય છે કે આ ડબ્બાનો ઉપયોગ ઝડપથી ચાલતી ટ્રેનો જેવીકે રાજધાની અને શતાબ્દીમાં કરવામાં આવે છે. જો કે, આ બધી ટ્રેનમાં LHB કોચ લગાવવાની યોજના છે. એવામાં ઘણી અન્ય ટ્રેનોમાં પણ તેનો ઉપયોગ થવા લાગ્યો છે. 

 

વાદળી રંગના કોચનો અર્થ

વાદળી રંગના કોચને ઈન્ટીગ્રલ કોચ કહે છે. ખરેખર, LBHથી વિપરીત આ લોખંડના બને છે અને તેમાં એર બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનુ નિર્માણ ચેન્નઈમાં સ્થિત ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં કરવામાં આવે છે. પરંતુ ધીરે-ધીરે હવે તેના સ્થાને LBHનો ઉપયોગ કરાઈ રહ્યો છે. પરંતુ આજે પણ મેલ એક્સપ્રેસ અને ઈન્ટરસિટી જેવી ટ્રેનમાં આ ડબ્બા મળી જાય છે. 

 

લીલા રંગના કોચનો અર્થ

લીલા રંગના ડબ્બાનો ઉપયોગ ગરીબ રથ ટ્રેનોમાં હોય છે. તો ભૂરા રંગના ડબ્બાનો ઉપયોગ મીટર ગેજ ટ્રેનોમાં થાય છે. બિલિમોરા વાઘાઈ પેસેન્જર એક નેરો ગેજ ટ્રેન છે, જેમાં હલ્કા લીલા રંગના કોચનો ઉપયોગ થાય છે. જો કે, તેમાં ભૂરા રંગના કોચનો પણ ઉપયોગ કરવામાં આવે છે. 

 

 

Download Our B K News Today App



Related News