આ હોનહાર મહિલાના ઈલાજ માટે દશ લાખ રૂપિયાની જરૂર છે ત્યારે આ મહિલાએ કોઇની આગળ હાથ લંબાવવાના બદલે પોતાની કળાનો સહારો લઈને અત્યારે પોતાના ઈલાજ માટે નાણાં એકત્રિત કરી રહી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-03 12:22:00
  • Views : 259
  • Modified Date : 2022-07-03 12:22:00

 

 

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા ઝેરડા ગામમાં એક મહિલા પોસ્ટ પોલિયો સિન્ડ્રોમથી પીડાઈ રહી છે.. આ હોનહાર મહિલાના ઈલાજ માટે દશ લાખ રૂપિયાની જરૂર છે ત્યારે આ મહિલાએ કોઇની આગળ હાથ લંબાવવાના બદલે પોતાની કળાનો સહારો લઈને અત્યારે પોતાના ઈલાજ માટે નાણાં એકત્રિત કરી રહી છે..

 

નામ વર્ષાબેન બારોટ.. જન્મસ્થળ ડીસા તાલુકામાં આવેલું ઝેરડા ગામ... ઉંમર ૪૪ વર્ષ... અભ્યાસ ગુજરાતીમાં માસ્ટર ડિગ્રી... અને પોતે લેખકા અને કવિયત્રી પણ છે.. સાહિત્યનું જ્ઞાન ધરાવતા વર્ષાબેન અત્યારે પોસ્ટ પોલિયો સિન્ડ્રોમ નામની બીમારીથી પીડાઈ રહ્યા છે.. અને તેમનો ડાબો પગ હવે કામ પણ નથી કરી રહ્યો... માત્ર બે વર્ષની ઉંમરમાં જ વર્ષાબેન પોલિયો ગ્રસ્ત થઈ ગયા હતા.. અને બાળપણમાં તેમના માતપિતાએ હોમિયોપેથી સારવાર કરાવતા વર્ષાબેન ચાલવા લાયક તો થયા પરંતુ મુસીબતો વર્ષાબેનનો પીછો છોડવાનું નામ જ ના લેતી હોય તેમ એક પછી એક મુસીબતો તેમના સામે આવતી ગઈ... પરંતુ તેમ છતાં વર્ષાબેને હિંમત હારી નહીં અને પોતે પોલિયો ગ્રસ્ત હોવા છતાં પણ મુસીબતો સામે લડતા રહ્યા અને સામાન્ય મહિલાઓ જેમ કામ કરતાં રહ્યા... આટઆટલી મુસીબતોનો સામનો કરી રહેલા વર્ષાબેન માટે આટલી મુસીબતો ઓછી હોય તેમ વર્ષ ૨૦૧૨માં સહુથી મોટી મુસીબત આવી ગઈ... બાળપણ પોલિયોની સારવાર કરવાથી ઠીકઠાક ચાલતા થયેલા વર્ષાબેનને વર્ષ ૨૦૧૨માં અકસ્માત નડ્યો અને તેમના પોલિયો ગ્રસ્ત ડાબા પગમાં જ ફ્રેકચર થયું... ત્યારબાદ પોલિયો ગ્રસ્ત પગની સર્જરી કરવવામાં આવી અને બસ ત્યારથી જ વર્ષાબેનની મુશ્કેલીઓ વધવા માંડી... ધીરે ધીરે તેમનો ડાબો પગ કામ કરતો બિલકુલ બંધ થઈ ગયો અને અત્યારે તો લાકડીના સહારે ચાલવાની નોબત આવી ગઈ છે.. વર્ષાબેન નાનકડા ઝેરડા ગામમાં કટલરીની દુકાન ચલાવે છે.. પરંતુ પગમાં કમજોરી હોવાના લીધે દુકાનમા જ્યારે ગ્રાહક આવે છે ત્યારે તે માત્ર એકાદ મિનિટ ઊભા રહે તો પણ વર્ષાબેન અસહ્ય પીડાથી કણસી ઊઠે છે અને તેના લીધે તેમના વેપાર પર પણ વિપરીત અસરો પડી રહી છે.. પરંતુ અડગ મનના વર્ષાબેન આ સમસ્યાના નિવારણ માટે ઓનલાઈન તપાસ કરીને હરિયાણા સારવાર માટે ગયા.. ત્યાં તબીબે વર્ષાબેનને પોસ્ટ પોલિયો સિન્ડ્રોમ નામની બીમારી હોવાનું નિદાન કર્યું... અને તે ઠીક થઈ શકે છે પરંતુ તેના માટે ઓપરેશન કરવું પડશે.. પરંતુ ઓપરેશનનો ખર્ચ અંદાજિત દશ લાખ કરતાં પણ વધારે જણાવતા હતાશ થયેલા વર્ષાબેન પરત આવ્યા... પરત આવ્યા બાદ વર્ષાબેને વિચાર કર્યો કે તેમનામા રહેલી કળાનો ઉપયોગ કરીને તે નાણાં એકત્રિત કરી શકે તેમ છે.. અને વર્ષાબેને શરૂઆત કરી વાર્તાઓ લખવાની.. પોતાનામાં રહેલી સાહિત્યની કળાના માંધ્યમથી પુનરાષ્ઠમી નામના વાર્તા સંગ્રહની રચના કરી.. જેમાં દશ લઘુ વાર્તા છે અને તેમાં વર્ષાબેને પોતાના જીવન વિષે પણ લખ્યું છે.. વર્ષાબેનને આશા છે કે તેમના આ પુસ્તકના પ્રકાશન બાદ જે આવક થશે તેનાથી તે તેમની બીમારીનો ઈલાજ કરાવી શકશે... સાથે સાથે પોતાની બીમારીના ઈલાજ માટે લોકો આગળ હાથ ફેલાવવા કરતાં વર્ષાબેને પુસ્તક લખીને લોકોને પુસ્તક ખરીદવા માટે અપીલ કરી છે..

 

 ઘણા એવા લોકો હોય છે કે ધાર્મિક સ્થળો પર કરોડો રૂપિયાનું દાન કરતાં હોય છે.. ધાર્મિક સ્થળો પર દાન કરે તે ખરાબ તો નથી પરંતુ ખરેખર વર્ષાબેન જેવા મહિલા માટે કોઈ આગળ આવીને તેમના જીવનને સુધારવા માટે તેમની સારવાર માટે દાન કરે તો વર્ષાબેન જેવી પોલિયો ગ્રસ્ત મહિલા કે અન્ય મહિલાઓની જેમ જીવવા માંગે છે તે પણ સામાન્ય જીવન જીવી શકે... ત્યારે હવે જોવાનું એ છે કે આ અહેવાલ બાદ વર્ષાબેન પર કોઈ દાનવીર લાગણીની વર્ષા કરાવશે કે કેમ...?

Download Our B K News Today App



Related News