કંગનાએ ખેડૂતોને ઉશ્કેરવાનો આક્ષેપ મૂક્યો તો દિલજીત ભડક્યો, કહ્યું- દેશભક્ત કે દેશદ્રોહી નક્કી કરનારી તું છે કોણ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-17 12:31:29
  • Views : 400
  • Modified Date : 2020-12-17 12:31:29

    ખેડૂત આંદોલન મુદ્દે કંગના રનૌત તથા દિલજીત દોસાંજ ફરી એકવાર સામ-સામે આવી ગયા છે. બંને વચ્ચે ઉગ્ર દલીલો ત્યારે થઈ જ્યારે કંગનાએ દાવો કર્યો હતો કે આંદોલનકારી ખેડૂતોને ભડકાવ્યા બાદ દિલજીત તથા પ્રિયંકા ચોપરા ગાયબ થઈ ગયા છે. આ વાતનો જવાબ આપતા દિલજીતે કંગનાને પૂછ્યું હતું કે આ નક્કી કરવાનો અધિકાર તેને કોને આપ્યો કે કોણ દેશભક્ત છે અને કોણ દેશદ્રોહી? આટલું જ નહીં દિલજીતે ગુસ્સામાં આવીને કંગનાને કહ્યું હતું કે ખેડૂતોને આતંકી કહેતા પહેલાં તેને થોડી શરમ આવવી જોઈએ.કંગનાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં દિલજીત દોસાંજને ટૅગ કરીને કહ્યું હતું, 'દિલજીતજી હું એક સામાન્ય સવાલ પૂછી રહી છું કે 2020ના ખેડૂત બિલ અંગે તમને શું ના ગમ્યું? દાખલા તરીકે મને એ વાત ગમી કે ખેડૂત હવે પોતાની પેદાશ દેશના કોઈ પણ ખૂણામાં જઈને વેચી શકશે. જેવી રીતે તમે દેશના કોઈ પણ ખૂણામાં જઈને પૈસા કમાઈ શકો છો.'


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 137