WhatsApp પર બનાવો સિક્રેટ ગ્રુપ, ફોટોઝ, VIDEOS રહેશે પ્રાઇવેટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-24 18:08:59
  • Views : 958
  • Modified Date : 2019-07-24 18:08:59

આપણે બધા જ ફોટોઝ, વીડિયોઝ અને જરૂરી ડોકમ્યુમેન્ટ મોકલવા માટે WhatsAppનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ WhatsApp પર કોઇ ફોટો, વીડિયો કે લિંક કે જરૂરી ડોક્યુમેન્ટ કોઇને મોકલ્યા વિના પોતાની પાસે રાખવા માંગતા હોવ તુ શું કરી શકાય? અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે, એક ખાસ ટ્રિક તમે WhatsApp પર પોતાનું સિક્રેટ ગ્રુપ બનાવીને પર્સનલ ફોટો, વીડિયો, જરૂરી લિંક કે ડોક્યુમેન્ટ સેફ રાખી શકો છો. કોઈ બીજી વ્યક્તિ તેના સુધી પહોંચી પણ નહિ શકે. WhatsApp પર સિક્રેટ ગ્રુપ બનાવવા માટે થોડી મિનિટો માટે કોઇ એક દોસ્તને એ નવા ગ્રુપ થી જોડવો પડશે. સિક્રેટ ગ્રુપ  માટે તમે WhatsApp પર કોઈપણ નામથી એક નવુ ગ્રુપ  બનાવો. અમે XYZ નામથી એક ગ્રુપ  બનાવ્યુ છે. થોડી મિનિટ માટો કોઇ એક દોસ્તને આ ગ્રુપ માં એડ કરો. ફ્રેન્ડને એડ કરશો સાથે જ નવુ ગ્રુપ બની જશે. હવે WhatsApp ગ્રુપમા ઇન્ફો પર જાવ. તમે ગ્રુપમાં પહોંચી ઉપર જમણી બાજુએ જઇને 3 ડોટ પર ક્લિક કરો. અહીં ક્લિક કરતા તમે ગ્રુપ ઇન્ફો પર પહોંચી જશો. અહીં પહોંચીને તમારા ફ્રેન્ડને ગ્રુપમાંથી રિમૂવ કરી દો. હવે આ ગ્રુપમાં તમે એકલા જ રહી જશો. આ તમારું પર્સનલ કે સિક્રેટ ગ્રુપ થઇ જશે. દોસ્તને રિમૂવ કર્યા પછી તમે તમારી મરજી અનુસાર ગ્રુપનું નામ બદલી શકે છે. આ પ્રોસેસ પૂરી થતા જ WhatsApp પર તમારુ સિક્રેટ ગ્રુપ બની જશે. અહીંની માહિતી કોઈ વ્યકિત સુધી નહી પહોંચી શકે. તમે આ ગ્રુપમાં તમારા ફોટો, વીડિયો, જરૂરી લિંક અને ડોક્યુમેન્ટ્સ રાખી શકશો. ઘણીવખત એવુ થાય છે કે આપણે મોબાઇલ પર કોઇ વીડિયો જોતા હોવ અથવા શું વાંચતા હોવ તો એ લિંક આપણે આપણી પાસે રાખવા માંગીએ છીએ પરંતુ આપણી પાસે કોઇ વિકલ્પ હોતો નથી, જોકે WhatsApp પર ગ્રુપ બનાવ્યા પછી તમે અહીં સાચવી શકશો.

Download Our B K News Today App



Related News