WhatsAppની મોટી જાહેરાત, આ કામ કર્યુ તો થશે કાર્યવાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-15 16:59:03
  • Views : 592
  • Modified Date : 2019-06-15 16:59:03

WhatsAppના પ્લેટફોર્મનો ખોટો ઉપયોગ કરનારાઓને સામે ટૂંક સમયમાં કાયદાકિય કાર્યાવાહીનો સામનો કરવો પડી શકે છે. કંપનીએ કહ્યું છે કે એક સાથે અનેક લોકોને મેસેજ મોકલવા, ઓટોમેટેડ મેસેજ મોકલવા કે નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરનારાઓ પર કાયદાકિય કાર્યવાહી કરશે. વોટ્સએપે પોતાના FAQ પેજના અનઓથોરાઇઝ્ડ યૂસેઝ ઓફ વોટ્સએપ પોલિસી સેક્શનમાં કહ્યું છે કે કોઈ પણ યૂઝર કે સંસ્થા જે એક સાથે અનેક બલ્ક મેસેજ મોકલશે કે ઓટોમેટેડ મેસેજ મોકલશે, તેમને સામે 7 ડિસેમ્બર બાદથી કાયદાકિય કાર્યવાહીનોકાર્યવાહીનો સામનો કરવો પડશે.જોકે, કંપનીએ એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આવા લોકો પર કેવા પ્રકારની કાયદાકિય કાર્યવાહી કરશે. આ અપડેટ ત્યારે સામે આવ્યું છે, જ્યારે હાલમાં જ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોકસભ ચૂંટણી દરમિયાન વોટ્સએપનો મિસયૂઝ કરવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News