સંસદના સ્મોક કાંડની શુ છે હકીકત ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-17 16:08:19
  • Views : 102
  • Modified Date : 2023-12-17 16:08:19

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા સંસદના સ્મેક કાંડની તપાસ કરવામાં આવી રહી છે અને સતત એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. આ સમગ્ર કેસના માસ્ટરમાઇન્ડ ગણાતા લલિત ઝા સહિત 6 આરોપીઓ હાલમાં પોલીસની કસ્ટડીમાં છે. જેમની પોલીસ દ્વારા સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ આરોપીઓના લેખિત નિવેદનો નોંધવામાં આવ્યા છે. તેમની અલગ-અલગ પૂછપરછ કર્યા બાદ તેમના નિવેદનો નોંધવામાં આવ્યા છે. આરોપીઓ વારંવાર તેમના નિવેદનો બદલી રહ્યા છે, પરંતુ હવે સ્પેશિયલ સેલ દરેકના નિવેદનને એકબીજાના નિવેદન સાથે મેચ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેથી જાણી શકાય કે, કોણ અને કેટલું ખોટું બોલી રહ્યું છે.સ્પેશિયલ સેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં નિવેદનોમાં વિરોધાભાસ જણાઈ રહ્યો છે, તેથી દરેકના નિવેદનોને એકબીજાના નિવેદનો સાથે મેચ કરવામાં આવી રહ્યા છે, જેથી જાણી શકાય કે વાસ્તવિક હકીકત શું છે. આ સિવાય 2 થી 3 આરોપીઓ કટ્ટરવાદી વિચારધારાથી પ્રેરિત હોવાનું જણાય છે. જોકે તે સોશિયલ મીડિયાથી પ્રેરિત હોવાનું જણાય છે. તેમની પાસે તેમની વિચારધારાનો ઈતિહાસ અને વાસ્તવિક કોઈ જાણકારી નથી. હાલમાં તમામની પૂછપરછ ચાલી રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસ સંસદની સુરક્ષા ભંગના કેસમાં નોંધાયેલી એફઆઈઆરમાં કલમ 201-બી કે જે પુરાવાને નષ્ટ કરવા, પુરાવાને ગાયબ કરવાની કલમ ઉમેરશે. આરોપી લલિતે ઇરાદાપૂર્વક અને આગોતરી રીતે ચારેય આરોપીઓના મોબાઈલ ફોન લઇ લીધા હતા અને રાજસ્થાનના નાગૌરમાં આ તમામના મોબાઈલ ફોનને તોડી નાખીને સળગાવીને નાશ કર્યો હતો.ફોનના બળેલા અવશેષો નાગૌર જિલ્લાના નિર્જન જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે લલિતે સંપૂર્ણ પ્લાનિંગ સાથે ફોનને તોડીને તેમા આગ લગાવી દીધી હતી. જેથી પોલીસને આ અંગે કોઈ સાયોગીક પુરાવા ના મળી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી સાગર શર્મા અને મનોરંજન ડી વિઝિટર પાસ પર લોકસભાની પબ્લિક ગેલેરી પહોંચ્યા હતા. ઝીરો અવર દરમિયાન, તે અચાનક જ પબ્લિક ગેલેરીમાંથી લોકસભામાં કૂદી ગયો હતો અને તેના જૂતામાં સ્મોક બોમ્બ સંતાડ્યો હતો. તેણે સ્મેક બોંબ વડે આખા સસંદમાં ધુમાડો ફેલાવી દીધો હતો. પકડાઈ ગયા બાદ, તેને સાંસદોએ ખૂબ માર માર્યો હતો અને સુરક્ષા દળોને હવાલે કર્યો હતો. જ્યારે સંસદની બહાર વિરોધ કરી રહેલા નીલમ (42) અને અનમોલ (25)ની પણ સુરક્ષા કર્મચારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News