આપણે કોરોના સામે આઝાદીની નવી લડાઈ લડી રહ્યા છીએ : કલેકટર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-17 16:20:01
  • Views : 591
  • Modified Date : 2020-08-17 16:20:01

       પાલનપુરમાં શનિવારે સ્વાતંય દિનની ઉજવણીને લઇ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જીલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કરાઇ હતી. જીલ્લા કલેક્ટરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી કોરોના મહામારીમાં ખડે પગે રહેનારા 21 વોરીયર્સોનું સન્માન તેમજ વૃક્ષારોપણ કર્યુ હતુ. કલેકટરે સ્વાતંય પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, ‘દેશની રક્ષા કાજે ભારતની અખંડતા અને સ્વતંત્રતા ઉપર કોઇ ઉની આંચ ન આવે તે માટે રાષ્ટ્રના જવાનો સીમા ઉપર ખડેપગે દિવસ રાત સતર્ક છે તેમને ભાવપૂર્વક આપણા સૌની સેલ્યુટ છે.આઝાદીની લડાઇ પછી આપણે કોરોના સામે આઝાદીની નવી લડાઇ લડી રહ્યા છીએ. સ્વાતંય દિનના પાવન પર્વ પ્રસંગે સમગ્ર રાજ્ય અને દેશમાં આનંદ અને ઉત્સાહ હોય પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે દેશ અને દુનિયામાં પરિસ્થિતિ થોડીક જુદી છે. ‘દો ગજ કી દૂરી’’ નિભાવીને સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે માસ્ક પહેરીને આપણે સૌ કોરોના સામે લડી રહ્યા છીએ. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ, નિવાસી અધિક કલેકટર એ.ટી.પટેલ સહિત અધિકારીઓ, પોલીસ જવાનો, કર્મચારીઓ હાજર રહ્યા હતાં.

Download Our B K News Today App



Related News