ઘૂંટણમાં થતા સંધિવાના લક્ષણો ઘટાડતી નવી દવા શોધાઈ, ઓર્થોપેડિક્સને સારવાર માટે મદદરૂપ બનશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-16 15:51:06
  • Views : 432
  • Modified Date : 2020-01-16 15:51:06

ઓસ્ટિયોઆર્થરાઇટિસ સાંધાની સમસ્યા છે. ઉંમર વધવાની સાથે આપણા સાંધા પણ ઘરડા થવા લાગે છે અને ઘસાવા લાગે ત્યારે આ તકલીફ શરૂ થાય છે. તાજેતરમાં સંશોધનકારોએ એક એવી દવા શોધી કાઢી છે જે ઘૂંટણમાં સંધિવાનાં લક્ષણો ઘટાડી શકે છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે, નવી દવા ઘૂંટણના સંધિવા સંબંધિત ઘણાં લક્ષણો ઘટાડે છે. પરંતુ સાંધાનો દુખાવો ઘટાડવામાં અસરકારક નથી. આ દવા ઓર્થોપેડિક્સને નવી સારવાર તરફ દોરી શકે છે.બ્રિટનની લીડ્‌સ યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા અનુસાર, ઘૂંટણમાં થતા સંધિવા સહિત ઘૂંટણમાં જૂનો ઓસ્ટિયોઆર્થરાઇટિસ એક એવી પીડાદાયક અને નિષ્ક્રિય સ્થિતિ છે, જે વિશ્વભરના સેંકડો લોકોને પોતાનો શિકાર બનાવી ચૂકી છે. આ રિસર્ચ જર્નલ એનલ્સ ઓફ ઇન્ટરનલ મેડિસિનમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ અભ્યાસ કરવામાં ઘૂંટણના ઓસ્ટિયોઆર્થરાઇટિસના ૨૪૪ એવા દર્દીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું જેમને આ નવી દવા આપવામાં આવી હતી. નવી દવા સ્ૈંફ-૭૧૧ દરરોજ ૧૦૦ અથવા ૨૦૦ મિલિગ્રામ આપવામાં આવી અને બીજીબાજુ ૨૬ અઠવાડિયા સુધી આ રોગ માટે પ્લેસબો દવા આપવામાં આવી હતી.રિસર્ચના સંશોધકોએ દર્દીઓના શરીરમાં થયેલા ફેરફારનો અંદાજ કાઢવા માટે સ્ૈંફ-૭૧૧ની અસરકારકતા, સલામતી અને સહનશીલતાનું મૂલ્યાંકન કર્યું. વૈજ્ઞાનિકોએ સ્ઇૈં સ્કેનનાં પરિણામોનો ઉપયોગ કરીને સહભાગીઓમાં રોગની વૃદ્ધિમાં પરિવર્તન નોંધ્યું. આ અભ્યાસ બાદ તેમને જાણવા મળ્યું કે. પ્લેસબોની તુલનામાં સ્ૈંફ-૭૧૧ની વધુ સકારાત્મક અસર થઈ છે અને તેની આડઅસરો ભાગ્યે જ જોવા મળી છે. જો કે, તારણોએ ઘૂંટણની પીડામાં કોઈ ફાયદાકારક અસર નથી બતાવી. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ઓસ્ટિયોઆર્થરાઇટિસના દર્દીઓમાં સ્ૈંફ-૭૧૧ સારવારના ફાયદાઓની પુષ્ટિ કરવા માટે હજી વધુ સંશોધન કરવાની જરૂર છે.


Download Our B K News Today App



Related News