કડાણામાંથી છોડાયેલા પાણીથી ગળતેશ્વર બ્રિજને નુકસાન, 14 દિવસ અવર જવર બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-03 13:36:36
  • Views : 376
  • Modified Date : 2020-09-03 13:36:36

      વડોદરા જિલ્લા અને ખેડા જિલ્લાને જોડતા વરસડા-ગળતેશ્વર વચ્ચે મહીસાગર નદી ઉપરના લો લેવલ બ્રિજ પરથી કડાણા ડેમ અને વણાકબોરી ડેમમાંથી તા.30ના રોજ છોડાયેલા પાણીનો પ્રવાહ 24 કલાક વહેતો રહ્યો હતો, જેને કારણે આ બ્રિજમાં ક્ષતિ સર્જાઈ છે. બ્રિજના વેરિંગ કોટ, કર્બ તથા ગાર્ડ બ્લોકને નુકસાન થવા પામ્યું છે. જેથી સમારકામ માટે આ બ્રિજ આગામી 14 દિવસ સુધી વાહન વ્યવહારની અવરજવર માટે બંધ રખાશે. બ્રિજ ઉપરથી છ ફૂટ જેટલું પાણી વહેતાં ડેસર અને ગળતેશ્વર તાલુકાનો સંપર્ક 29 ઓગસ્ટથી કપાયો હતોતંત્રના જણાવ્યા અનુસાર અંબાવ-ગળતેશ્વર રોડથી ડેસર તાલુકા તરફ જતો ટ્રાફિક અંબાવથી વાયા સેવાલિયા, ઉદલપુર ચોકડી થઈ વાલાવાવ ચોકડી, ડેસર તરફ ડાઇવર્ટ કરાશે..

Download Our B K News Today App



Related News