ધાનેરાના 4 હજાર દબાણદારો પાસેથી હવે પાણી,લાઇટ અને સફાઇ વેરો વસૂલાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-06 12:20:13
  • Views : 515
  • Modified Date : 2020-08-06 12:20:13

   ધાનેરા પાલિકામાં બુધવારે યોજાયેલી સાધારણ સભામાં વિકાસના કામોને બહાલી આપવા તેમજ ભુગર્ભ ગટરના નવિન જોડાણો અને દબાણમાં બેઠેલા લોકો પાસેથી પાણી, સફાઇ તેમજ અન્ય વેરાની રકમ વસુલવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. પાલિકાની પ્રથમ અઢી વર્ષની ટર્મ પુરી થવાની તૈયારી છે ત્યારે પ્રમુખ યુસુફખાન બેલીમના અધ્યક્ષસ્થાને બુધવારે છેલ્લી સાધારણ સભાની બેઠક બોલાવવામાં આવી હતી. પાલિકા દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોને બહાલી આપવા માટે અને આગામી વિકાસના કામો કરવામાં કોંગ્રેસના સભ્યોએ સહમતી દર્શાવી હતી.ત્યારે ભાજપના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. તે સિવાય પાલિકા દ્વારા દબાણમાં બેઠેલા 4000 લોકોને પાણી, લાઇટ તેમજ અન્ય સુવિધા પુરી પાડવામાં આવે છે પરંતુ કોઇ વેરો લેવામાં આવતો ન હોવાથી તેમની પાસેથી પણ વસુલાત કરવા તેમજ બાકી રહેતા ભૂગર્ભ ગટરના જોડાણો આપવા માટે ખાસ ઠરાવ સર્વાનુમત્તે કરવામાં આવ્યો હતો.જે લોકોએ પાલિકાની પરવાનગી સિવાય ગટરના કનેકશન લીધા છે તેવા લોકો સામે કાર્યવાહી કરવા નક્કી કરવામાં આવ્યું હતું. ધાનેરામાં અવાર-નવાર ચોરીઓ અને લૂંટ થાય છે તો તે બાબતે પોલીસને ખાસ લેખીતમાં રજુઆતો કરીને તે કેસ ઉકેલવા માટે પણ નક્કી કરવામાં આવેલ છે. બેઠકમાં પ્રમુખ યુસુફખાન બેલીમ, ઉપપ્રમુખ વસંતીબેન ગલચર, કારોબારી ચેરમેન ઇશ્વરભાઇ ચૌધરી, જયેશભાઇ સોલંકી, પ્રકાસભાઇ સુથાર અને તમામ સભ્યો તેમજ ચિફ ઓફિસર હાજર ન હોવાથી એસ.ઓ. જીતુભાઇ હાજર રહ્યા હતા.ભાજપના સદસ્ય અને વિરોધપક્ષના નેતા હિરાભાઇ ઠક્કર માસ્ક વગર સભામાં બેઠેલા હતા અને તેઓએ જ કાયદાના ધજાગરા ઉડાવ્યા હતા. તેમ છતાં માસ્ક વગરના લોકોને દંડ આપતી પાલિકા દ્વારા આ સદસ્યને કોઇપણ પ્રકારનો દંડ ન આપતા ચર્ચાનો વિષય બન્યો હતો.

Download Our B K News Today App



Related News