ઉપરવાસમાં વરસાદ થતાં ધાનેરાની રેલ નદીમાં પાણી, નદી કિનારાના લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા ચેતવણી અપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-16 13:47:33
  • Views : 1408
  • Modified Date : 2020-08-16 13:47:33

         બનાસકાંઠા જિલ્લામાં ગુરુવારે સાંજથી શુક્રવાર સાંજ સુધીમાં દાંતીવાડા તાલુકામાં 4 ઇંચ, ધાનેરામાં અઢી ઇંચ, અમીરગઢ અને ડીસામાં 1, દિયોદર અને કાંકરેજમાં અડધો ઈંચ વરસાદ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદને લઇ ધાનેરા નજીક રેલનદીમાં પાણી આવ્યા હતા. ધસમસતા પાણીમાં 4 ગાયો તણાઇ જવાનો વિડીયો વાયરલ થયો હતો. રાજોડા ગામે તળાવ ફૂટવાથી લોકોના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા. કોઇ જાનહાની થઇ નહતી. રાજસ્થાનમાં વધારે વરસાદના કારણે વહિવટી તંત્ર દ્વારા નદીના કિનારાના ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા. જ્યારે પાલિકા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને પણ ચેતવણી આપી હતી.દાંતીવાડા તાલુકામાં ગુરુવાર રાત્રીના સમયે શરૂ થયેલા વરસાદની અવિરત ગતિ શુક્રવારની વહેલી સવાર સુધી પણ ચાલુ રહી હતી અને છેલ્લા 24 કલાકમાં 96 મીમી વરસાદ ખાબક્યો હતોનીચાણવાળા વિસ્તારોમાં અને ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. જ્યારે ધાનેરા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન 62 મિમિ વરસાદ પડતા રૂણી, રાજોડા, આલવાડા, ખીંમત, બાપલા સહિતના ગામોમાં ખેતરોમાં પાણી ભરાયા હતા. જ્યારે રૂની ગામથી રાજોડા ગામને જોડતો રસ્તો ધોવાઇ જતા અવર-જવર બંધ થઈ ગઈ હતી. રાજોડા ગામ નજીકથી પસાર થતી રેલ નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી બનાસ ડેરીનું ટેન્કર પાણીમાં ફસાયું હતું. રાત્રી દરમિયાન પડેલા જોરદાર વરસાદના કારણે રાજોડા ગામનું તળાવ છલકાતા રાજોડા પ્રાથમિક શાળાનો કમ્પાઉન્ડ વોલ તૂટી ગયો હતો. ખેતરમાં પાણી ફરી વળ્યા હતા. રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે રેલ નદીમાં પાણી આવ્યું હતું. જેથી વહેલી સવારે રેલ નદીના પુલ ઉપર પાણી જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટતા પોલીસ દ્વારા પુલ ઉપરથી ટ્રાફિક દૂર કરવાની ફરજ પડી હતી. જ્યારે બીજી તરફ પાંથાવાડા વિસ્તાર તરફ વરસાદ થતાં સરાલવાળા વ્હોળામાં પણ પાણીના વહેણ આવ્યા હતાથરાદ પંથકમાં ગુરુવારે સાંજના સમયે મુશળધાર વરસાદ પડતાં નીચાણવાળા કેટલાક ખેતરોમાં પાણી ભરાયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદ કારણે રાહ નજીક રેલનદીમાં પાણી આવતાં 3 વર્ષ બાદ રેલ નદી જીવિત બની હતી. 2017માં રેલનદીના પાણીએ કેટલીક જગ્યાએ નુકશાન સર્જ્યું હતું. જેથી કાંઠે વસેલા તાલુકાના ભુરીયા, કમાળી જેવા ગામોની સીમમાંથી અલગ-અલગ જગ્યાએ ફંટાતી હોવાથી ખેતરોમાં વસવાટ કરતા પરિવારોને સાવચેત રહેવા સૂચનાઓ આપી છે. જ્યારે અમીરગઢ પંથકમાં એક ઇંચ વરસાદને લઇ નીચાણવાળા વિસ્તારોમાં તેમજ ખેતરોમાં પાણી ભરાયા હતા. જ્યારે ઉપરવાસનું પાણી લાખણી તાલુકામાં રેલ નદીમાં આવતાં નાણી, મટુ, કુંડા અને કતારવા સહિતના ગામોના લોકોને તંત્ર દ્વારા સુરક્ષિત જગ્યાએ ખસી જવા સૂચના અપાઇ હતી..

Download Our B K News Today App



Related News