સાવધાન: 320 કરોડ યુઝર્સના ડેટા પર મોટો ખતરો, ગૂગલે આપી દીધી આ ચેતવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-19 10:20:22
  • Views : 245
  • Modified Date : 2022-04-19 10:20:22



ગૂગલ ક્રોમ એ ખૂબ જ લોકપ્રિય ઇન્ટરનેટ બ્રાઉઝર છે. વિશ્વભરમાં તેના અબજો વપરાશકર્તાઓ છે. હવે ગૂગલે ક્રોમ યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. ગૂગલ ક્રોમમાં એક નવી ખામી જોવા મળી છે. જેના કારણે ગૂગલ ક્રોમના 320 મિલિયન યુઝર્સ જોખમમાં છે.

 

ગૂગલ ક્રોમમાં એક નવું ઝીરો-ડે હાઈ થ્રેટ લેવલ હેક મળી આવ્યુ છે. નવી ક્રોમ બ્લોગ પોસ્ટમાં આ વાત કહેવામાં આવી છે. ગૂગલે ચેતવણી આપી છે કે હેકર્સ ક્રોમની સુરક્ષાનો ભંગ કરીને વપરાશકર્તાઓને નિશાન બનાવી શકે છે. 

આ પ્લેટફોર્મ પર જોવા મળી ખામી

ગૂગલે Windows, macOS, Linux અને Android જેવા તમામ મુખ્ય ક્રોમ પ્લેટફોર્મ પર ખામી જોવા મળી હતી.. ક્રોમ યુઝર્સની સુરક્ષા માટે ગૂગલે હજુ સુધી આ ખતરા વિશે વિગતોમાં માહિતી આપી નથી. ત્રણ અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે ક્રોમના V8 ઘટકને શૂન્ય-ડે હેક દ્વારા ભંગ કરવામાં આવ્યો છે.

 

ગૂગલ ક્રોમે નવુ અપડેટ બહાર પાડ્યુ 

આ ખામીના ઉકેલ માટે ગૂગલે ક્રોમે નવું વર્ઝન (100.0.4896.127) બહાર પાડ્યું છે. પરંતુ સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે તે તરત જ દરેક માટે ઉપલબ્ધ ન હોઇ શકે. મેન્યુઅલી અપડેટ્સ ચેક કરવા માટે યુઝર્સ ક્રોમની ઉપર જમણી બાજુએ થ્રી-ડોટ મેનૂ પર ક્લિક કરી શકે છે.

ઝીરો ડે હેક્સનો થઇ રહ્યો છે વધારો 

આ પછી યુઝર્સે સેટિંગ્સમાં જવું પડશે. સેટિંગ્સમાં ગયા પછી, તમારે હેલ્પ સેક્શનમાં જવું પડશે. પછી About Google Chrome પર ટેપ કરો. આ કર્યા પછી તમારું બ્રાઉઝર રીસ્ટાર્ટ કરો. આ વર્ષે માર્ચમાં, ગૂગલે સ્વીકાર્યું હતું કે ક્રોમ અને અન્ય બ્રાઉઝર પર સક્સેસફુલ ઝીરો-ડે હેક્સ વધી રહ્યા છે. આમાં યુઝર્સને કહેવામાં આવ્યું હતું કે ઓનલાઈન સુરક્ષિત રહેવા માટે તેમણે પ્રો-એક્ટિવ રહેવું પડશે. આ સિવાય સમય સમય પર બ્રાઉઝરના અપડેટ્સ ચેક કરતા રહો.

 

Download Our B K News Today App



Related News