સોનું અને ચાંદી ખરીદવું છે? જાણો આજે ભાવમાં કેટલો થયો વધારો.

  • Published By :
  • Published Date : 2022-09-09 17:34:15
  • Views : 294
  • Modified Date : 2022-09-09 17:34:15

આવતીકાલે 10 સપ્ટેમ્બરે પિતૃ પક્ષ અથવા શ્રાદ્ધ શરૂ થવા જઈ રહ્યું છે અને હિંદુ માન્યતા અનુસાર લોકો આ દિવસોમાં નવી વસ્તુઓ ખાસ કરીને સોના-ચાંદીની ખરીદી કરવાનું ટાળે છે.વાયદા બજારમાં એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં આજે સોના અને ચાંદીમાં વધારો જોવા મળી રહ્યો છે. સોનું રૂ.150થી વધુ અને ચાંદી રૂ.600થી વધુના ઉછાળા સાથે કારોબાર કરી રહી છે. એમસીએક્સ પર સોનું ઓક્ટોબર વાયદો રૂ. 159 વધ્યા બાદ રૂ. 50,515 પ્રતિ 10 ગ્રામ પર 0.32 ટકા વધીને ટ્રેડ કરી રહ્યો છે. આ સિવાય ચાંદીનો ડિસેમ્બર વાયદો રૂ. 638 અથવા 1.18 ટકાના વધારા સાથે રૂ. 54,919 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.

Download Our B K News Today App



Related News