જરા સાચવીને ચાલજો: થરાદ-મીઠાના ડિસ્કો રોડ પરથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-11 14:28:22
  • Views : 496
  • Modified Date : 2020-08-11 14:28:22

   થરાદ-મીઠા હાઇવે કંડલાને જોડતો રસ્તો છે. જે રસ્તો ડિસ્કો રસ્તો બની ગયો છે. આ રસ્તા ઉપર રાત-દિવસ નાના-મોટા હજારો વાહનો પસાર થાય છે. ચાર રસ્તાથી હાઇવે પર 220 કેવી સબસ્ટેશન, આદર્શ નિવાસી શાળા, સરકારી કોલેજ, મોડેલ સ્કૂલ તેમજ કન્યા છાત્રાલય આવેલી છે. જેથી રોજના હજારો વિદ્યાર્થીઓ પસાર થતા હોય છે.ત્યારે ડિસ્કો રસ્તો હોવાથી ક્યારેક મોટા ભારે વાહનો પલટતા હોય છે. જેથી રાહદારીઓને પણ ભય સતાવતો રહે છે. સ્થાનિક રાહદારી મોટરસાયકલ સવાર યુવકે જણાવ્યું હતું કે ‘ચાર રસ્તાથી માંડીને સરકારી કોલેજ સુધી ગૌરવપથ સમાન રસ્તો છે પરંતુ કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓની સાંઠ-ગાંઠથી કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જેથી રસ્તો વારંવાર તૂટી જવાના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે.

Download Our B K News Today App



Related News