મોટાગામ નજીક ડીસાના વૃદ્ધની ફાંસો ખાધેલી લાશ મળી આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-13 11:28:35
  • Views : 748
  • Modified Date : 2020-07-13 11:28:35

 પાલનપુર તાલુકાનાં ડીસા-પાલનપુર હાઇવે ઉપર મોટા ગામના પાટિયે રવિવારે સવારે એક વૃદ્ધની લીમડાનાં ઝાડ ઉપર પોતાનાં માથે બાંધવાના ફાળિયાવડે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ જોવા મળી હતી.ઘટના સ્થળે લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં.ગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતાં આ લાશ ડીસાના 76 વર્ષીય વૃદ્ધની હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક વૃદ્ધના પરિવારજનો ઘટના સ્થળે પહોંચતાં તેમનાં પુત્રોએ પોલીસ ફરિયાદ ન કરવાનું કહેતા ગઢ પોલીસે તેમના પુત્ર તેમજ સબંધીનાં નિવેદન લઇને લાશને તેમનાં પુત્રોને સોંપી હતી.ડીસા-પાલનપુર હાઇવે ઉપર મોટા ગામનાં પાટીયે રોડની સાઈડમાં આવેલ લીમડાના ઝાડ ઉપર એક વૃદ્ધની લટકતી લાશ રવિવારે સવારે જોવા મળી હતી.જ્યાં ગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાંથી પસાર થતા એક રીક્ષા ચાલકે આ વૃદ્ધ ડીસાના રેજીમેન્ટ જવેરીનગર શંકરજી દાનાજી માળી હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક શંકરજી માળીના પુત્રો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. 

Download Our B K News Today App



Related News