ગાંધીનગરમાં જ બે વર્ષમાં ૫૬૮૧ વૃક્ષોનું નિકંદન કાઢતી સરકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-17 14:08:26
  • Views : 386
  • Modified Date : 2020-03-17 14:08:26

ગાંધીનગરમાં જ બે વર્ષમાં ૫૬૮૧ વૃક્ષોનું નિકંદન કાઢતી સરકાર 

ગાંધીનગર જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ૫૬૮૧ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હોવાનું રાજય સરકારે ગુજરાત વિધાનસભામાં કબૂલ્યું છે. પર્યાવરણ અને જીવન માટે ઉપયોગી એવા વિવિધ પ્રકારના વૃક્ષો કાપી નાંખી સરકાર દ્વારા કુલ રૂપિયા ૫૮.૭૧ લાખની આવક ઉભી કરવામાં આવી છે.ગુજરાત વિધાનસભામાં  પ્રશ્નોત્તરી દરમિયાન પાટનગરમાં વૃક્ષોના આડેધડ કરવામાં આવતા છેદનનો પડઘો પડ્‌યો હતો. જેમાં એક અન્ય પ્રશ્નમાં કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમ્મરે પૂછ્યું હતું કે, પાટનગરમાં જ સૌથી વધારે વૃક્ષો કેમ કાપવામાં આવે છે.પરંતુ અધ્યક્ષે અન્ય જિલ્લાનો પ્રશ્ન હોવાથી તે નામંજૂર કર્યો હતો. જ્યારે લાઠીના ધારાસભ્ય વીરજી ઠુંમ્મરે અમરેલી અને ગાંધીનગરમાં વૃક્ષો કાપવા બાબતે પુછેલા પ્રશ્નનો વન મંત્રીએ લેખિત જવાબ આપ્યો છે. વન મંત્રીએ જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં વર્ષ ૨૦૧૮માં ૧૪૧૮ તેમજ વર્ષ ૨૦૧૯માં ૪૨૬૩ વૃક્ષો કાપવામાં આવ્યાં છે. જેમાં દેશી બાવળ, પેલટ્રોફોર્મ, ગુલમહોર, લીમડા, કાશીદ, સીરસ, ગરમાળો, કરંજ, અરડુસા, નિલગીરી, રેઇન ટ્રી, સીશુ વગેરેનો આ ૫૬૮૧ વૃક્ષોમાં સમાવેશ થાય છે. મંત્રીએ વધુમાં જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૮માં ૩૧૦. ૩૨૪ ઘન મીટર ઇમારતી અને ૩૦૭૩ ક્વિન્ટલ જલાઉ લાકડાંનો જથ્થો ઉપલબ્ધ થયો છે. જ્યારે વર્ષ ૨૦૧૯માં ૧૩૬૫. ૪૯૧ ઘન મીટર ઇમારતી અને ૧૩૨૨૧ ક્વિન્ટલ જલાઉ લાકડાંનો જથ્થો ઉપલબ્ધ થયો છે. તેમાં રૂપિયા ૧૬. ૭૮ લાખ અને ૪૧. ૯૩ લાખ સાથે કુલ રૂપિયા ૫૮.૭૧ લાખની આવક ઉભી કરવામાં આવી છે. 


Download Our B K News Today App



Related News