પોતાના ડ્રાયવરને મતદાન કરાવવા ગોવાનું એન.આર.આઈ. દંપતિ વડગામના ઘોડિયાલમાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-23 05:30:17
  • Views : 666
  • Modified Date : 2019-04-23 05:30:17

વડગામ તાલુકાના ઘોડીયાલ ગામના વતની પરમાર સવજીભાઈ કેટલાય વર્ષોથી એન.આર.આઈ દંપતિની ગોવામાં ગાડી ચલાવી રહ્યા છે. ત્યારે કેનેડામાં રહેતા આ એન.આર.આઈ. દંપતિએ ભારતમાં લોકસભાની ચૂંટણી હોવાથી ફરીથી નરેન્દ્ર મોદી પ્રધાન મંત્રી બને તેના માટે પોતાના ગાડીના ડ્રાયવરને ગોવાથી તેના વતનમાં મતદાન કરાવવા માટે ઘોડીયાલ આવ્યા છે.ગોવાના મૂળ દંપતિ સૂર્યકાંતભાઈ પોપટ છેલ્લા કેટલાય વર્ષો થી કેનેડા પોતાના ધંધાર્થે રહે છે. અને વડગામ તાલુકાના ઘોડિયાલ ગામના સવજીભાઈ પરમાર આ એન આર આઈ દંપતિ જે છે તેમનું મૂળ વતન ગોવા છે અને સવજીભાઈ પરમાર તેમની કેટલાય વર્ષોથી તેમની ગાડીના ડ્રાયવર છે. ત્યારે આ વખતે આ દંપતિ જ્યારે કેનેડાથી ભારત આવ્યું છે ત્યારે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. જેને લઇ આ દંપતિએ પોતાના સવજીભાઈ પરમાર ડ્રાયવરને મતદાન કરાવવા માટે ગોવાથી બનાસકાંઠાના વડગામ તાલુકાના ઘોડીયાલ ગામે સવજીભાઈને લઈ તેમના વતને આવ્યું છે. ત્યારે આ અંગે સૂર્યકાંતભાઈ પોપટે જણાવ્યું હતું કે  અમે ફરીથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે જોવા માગીએ છીએ એટલે વધુમાં વધુ સપોટ મળે તેવી આશા રાખીએ છીએ.  


Download Our B K News Today App



Related News