માર્કેટયાર્ડના કર્મચારીઓએ વિવિધ માંગ મુદ્દે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-23 11:51:06
  • Views : 457
  • Modified Date : 2020-07-23 11:51:06

 સરકાર દ્વારા વટ હુકમથી 26 જેટલા સુધારા અમલી બનાવ્યા છે. જેમાં  કેટલાક સુધારાઓ કર્મચારીઓના હિત અને આર્થિક સ્થિતી ઉપર અસર કરે છે. જેને લઇ પાલનપુર, ધાનેરા અને ઇકબાલગઢના માર્કેટયાર્ડના કર્મચારીઓ દ્વારા બુધવારથી ત્રણ દિવસથી કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો છે. સરકાર દ્વારા 6 મે 2020 ના રોજ વટહુકમ દ્વારા બજાર ધારામાં 26 જેટલા સુધારા કરવામાં આવ્યા છે. જેના વિરોધમાં પાલનપુર, ધાનેરા અને ઇકબાલગઢ માર્કેટયાર્ડના કર્મચારીઓ દ્વારા ત્રણ દિવસ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ અંગે ધાનેરા માર્કેટયાર્ડના સેક્રેટરી એમ.યુ. શ્રાવગે જણાવ્યું હતું કે ‘સરકાર દ્વારા વટ હુકમથી 26 જેટલા સુધારા અમલી બનાવ્યા છે. તે આવકારવામાં આવે છે પરંતુ કેટલાક સુધારાઓ કર્મચારીઓના હિત અને આર્થિક સ્થિતી ઉપર અસર કરે છે. માટે અમારા સંઘ દ્વારા સરકારને રજુઆત કરવા છતાં કર્મચારીઓના હિતમાં નિર્ણય ન લેવામાં આવતા ત્રણ દિવસ કાળી પટ્ટી ધારણ કરવામાં આવશે અને અમારી જે માંગણીઓ સરકાર સામે રાખવામાં આવેલ છે તે નહી સંતોષાય તો પ્રતિક ઉપવાસ આંદોલન કરવા માટે પણ ગુજરાત બજાર સમિતી કર્મચારી સંઘ દ્વારા કાર્યક્રમ આપવા માટે નક્કી કરવામાં આવેલ છે. હાલ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી રહ્યા છે. વડગામ । વડગામમાં આવેલા લાલજીમામા માર્કેટયાર્ડના કર્મચારીઓએ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા 2020 ના વટ હુકમ નો કાળી પટ્ટી ધારણ વિરોધ કર્યો હતો. અને  પોતાનું હિત જોખમાતું હોવાથી સમગ્ર ગુજરાતના માર્કેટયાર્ડના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ત્રણ દિવસ માટે વિરોધ કર્યો હતો. ડીસા| ડીસા એપીએમસી ખાતે ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘના પ્રમુખ અજીતસિંહ અટોદરિયા, મહામંત્રી રમેશભાઇ આહિર, ડીસા એપીએમસી ના સેક્રેટરી અમૃતભાઇ જોષી, નવસારી એપીએમસી ના સેક્રેટરી દર્શનભાઇ, પ્રાંતિજ એપીએમસી ના સેક્રેટરી શૈલેષભાઇ, હિંમતનગર એપીએમસીના ઇન્સ્પેક્ટર ગીરીશભાઇ સહિત કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વટહુકમ પરત લેવા માંગ કરવામાં આવી હતી.વર્ષ 1939 માં શાહુકાર ધારો અમલમાં મુકવામાં આવ્યો હતો. જેથી શાહુકારો તેમની મરજી મુજબ લૂંટ ચલાવતા હતાં. આ વટહુકમથી ખેડૂતો અને બજાર સમિતિઓની કમર તૂટી જશે તેમજ રાજ્યની કેટલીક બજાર સમિતિઓને તો તાળા લાગી જાય તેવી પરિસ્થિતિ છે. જેથી સરકાર દ્વારા આ અંગે વિચારણા કરવી જોઈએ તેમ ડીસા એપીએમસીના સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું. 

Download Our B K News Today App



Related News