પાટણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા વિવાદ સે વિશ્વાસ કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-17 13:18:11
  • Views : 386
  • Modified Date : 2020-03-17 13:18:11

પાટણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા  વિવાદ સે વિશ્વાસ કાર્યક્રમ યોજાયો  પાટણ ખાતે પાટણ જિલ્લા ચેમ્બર કોમર્સ અને પાટણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા યોજેલા વિવાદ  સે વિશ્વાસ કાર્યક્રમમાં પાટણ શહેરના  વિભિન્ન વેપારી એસોસિએશન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ, ટેક્સ પ્રેક્ટિસનરોવ્યાવસાયિકો કરદાતાઓ, બિલ્ડર એસોસિએશન વગેરેને ઇન્કમ ટેક્સ   વિભાગની નવી વિવાદ સે વિશ્વાસ યોજનાની જાણકારી તેની  જોગવાઈઓનો યોગ્ય ઉપયોગ કરીને તેનો લાભ લઈને નિશ્ચિંત બનવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના પ્રિન્સિપાલ ઇન્કમટેક્સ કમિશનર નરેશ બાલોદિયાએ જણાવ્યું કે સરકારની આ એક સારી સ્કીમ છે. કરદાતાઓને કેટલી પસંદ આવી છે. તે સૌ કરદાતાઓ પર નિર્ભર છે. ઇન્કમ ટેક્સની બાબતમાં કોઈને કોઈ વિવાદ તકરાર વિભાગ અને કરદાતાઓ વચ્ચે રહેતો હોય છે. જે સંસ્થાગત છે વ્યક્તિગત નથી. પાટણ જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સુરેશભાઇ સી. પટેલે જણાવ્યું હતું કે આ યોજનાથી દરેક કર વિવાદના સમાધાનનો સ્વર્ણિમ અવસર સુલભ થયો છે તે વ્યવહારિક રીતે પણ સુલભ છે. વિવાદના ઉકેલ માટે સરકાર બે ડગલા ચાલી છે કરદાતાઓ પણ બે  ડગલા  ચાલે. સરકારની આ નવી અને અનોખી યોજના છે. તેનાથી ઈન્કમ ટેક્સ સંબંધિત વિવાદોનું સમાધાન કરી શકાય છે. પૈસાની બચત થાય છે અને માનસિક શાંતિ પણ મળે છે. ન્યાયિક કાર્યવાહીની ઝંઝટમાંથી પણ બચી શકાય છે. 

આ પ્રસંગે પાટણ જિલ્લા ચેમ્બર ઓફ  કોમર્સના પ્રમુખ સુરેશભાઈ  પટેલે સ્વાગત પ્રવચન માં કાર્યક્રમની રૂપરેખા આપીને આમંત્રિતોનું સ્વાગત કરીને પાટણ આવકવેરા વિભાગના અધિકારીઓની કામગીરીની સરાહના કરી હતી. આ પ્રસંગે જિલ્લાના વેપારી બિલ્ડર, સીએ, ડોક્ટર એસો., તેલ બજારના સભ્યોએ  અધિકારીઓનું સન્માન કર્યુ હતુ.


Download Our B K News Today App



Related News