અયોધ્યા વિવાદ પર આખરે સુપ્રીમ કોર્ટનો નિર્ણય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-09 17:25:07
  • Views : 431
  • Modified Date : 2019-11-09 17:25:07

દેશના સૌથી જુના અને સૌથી સંવેદનશીલ એવા અયોધ્યા વિવાદ પર આખરે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીમાં બંધારણીય પીઠના નિર્ણયને સંભળાવતા નિર્મોહી અખાડા અને શિયા વક્ફ બોર્ડનો દાવો ફગાવી દીધો હતો. અયોધ્યામાં રામજન્મભૂમિ ન્યાસને વિવાદીત જમીન આપવામાં આવી છે. જ્યારે અયોધ્યામાં જ કોઈ અન્યત્ર જગ્યાએ મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન સુન્ની વક્ફ બોર્ડને મળશે. સુપ્રીમ કોર્ટે સરકારને ટ્રસ્ટ બનાવવાનો પણ આદેશ આપ્યો છે.સુપ્રીમ કોર્ટે સરકારને ટ્રસ્ટમાં સભ્યોને પસંદ કરવાનો અધિકાર આપ્યો છે. ત્રણ મહિનામાં ટ્રસ્ટ બન્યા બાદ વિવાદાસ્પદ જમીન અને અધિગ્રહિત જમીનના બાકી હિસ્સાને સોંપાશે. ત્યારબાદ ટ્રસ્ટ રામ મંદિર નિર્માણની રૂપરેખા તૈયાર કરશે. નિર્મોહી અખાડાને ટ્રસ્ટમાં જગ્યા મળશે.અયોધ્યા મામલે SCના ચુકાદાને ગુજરાતના મખ્યમંત્રી વિજય રૂપાણીએ આવકાર્યો છે. તેમણે જણાવ્યું છે કે,”અયોધ્યા ચુકાદા બાગ શાંતિ, સદભાવના, એકતા જાળવી રાખીએ, એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ કરીએ, શાંતિ જાળવીએ અને એખલાસનું વાતાવરણ બનાવીએ”.આ મામલે પ્રવીણ તોગડિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમને કહ્યું છે કે, “હું સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છુ. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હિંદુઓ ઘર્માવાને પરિસરમાં આનંદ મનાવે અને આજે સાંજે હિંદુઓ પોતાના ઘરમાં સાંજે દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવે.”

Download Our B K News Today App



Related News