વિશ્વેશ્વર મહાદેવ મંદિરના પટમાં જન્માષ્ટમી પર્વને લઇને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-26 12:01:09
  • Views : 713
  • Modified Date : 2019-08-26 12:01:49

અમીરગઢ  તાલુકાના ઇકબાલગઢ ગામથી બે કિમીના અંતરે આવેલા  વિશ્વેશ્વર મહાદેવ મંદિરના પટમાં બનાસ નદી  આવેલ છે. જેમા   બહોળી સંખ્યામાં  પર્યટકો ન્હાવા માટે  અને  મંદિરના  દર્શન  કરવા માટે આવતા હોય છે  જેમાં જન્માષ્ટમી અને રવિવારની રજાના લઇને ધાર્મિક સ્થળો પર ભક્તોનો ભારે ધસારો જાવા મળી રહ્યો છે જેમાં બહોળી સંખ્યામાં પર્યટકો આવ્યા હતા. આમ વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં પાર્કિંગની સુવિધાના  અભાવના  લીધે  ટ્રાફિક  જામના દૃશ્યો સર્જાયા હતા. વિશ્વેશ્વર મહાદેવ મંદિરથી ઇકબાલગઢ હાઇવે સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ટ્રાફિક જામના લીધે  અમુક  દર્શનાર્થીઓ રસ્તામાંથી  જ પરત ફરતા જાવા મળ્યા હતા. જ્યારે  અમુક  દર્શનાર્થીઓ ઇકબાલગઢથી  ચાલીને વિશ્વેશ્વર મહાદેવ પહોંચ્યા હતા તે દર વર્ષે શ્રાવણ માસમાં  બહોળી  સંખ્યામાં  પર્યટકો વિશ્વેશ્વર મહાદેવના મંદિર દર્શન કરવા માટે તેમજ નદીમાં આનંદ પ્રમોદ કરવા માટે  આવતા હોય  છે.આમ દર વર્ષે ધાર્મિક તહેવારોમાં પર્યટકોના ભારે ધસારાને લીધે ટ્રાફિક જામ અને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. છતાં સરકાર દ્વારા કોઇપણ જાતની  સુવિધા માટે  પગલાં ભરવામાં આવતા નથી. તેવા સમયે પર્યટક સ્થળ તરીકે વિશ્વેશ્વર મહાદેવના મંદિરના પટ્ટમાં વિકાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે


Download Our B K News Today App



Related News