ચી.હં. દોશી પે.કેન્દ્ર શાળા ડીસા ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-04 15:00:20
  • Views : 397
  • Modified Date : 2020-03-04 15:00:20

ચી.હં. દોશી પે.કેન્દ્ર શાળા ડીસા ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી

ડીસા મધ્યમાં ચીમનલાલ હંસરાજ દોશી પે કેન્દ્ર શાળા ડીસા ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી બાળકો ગમ્મત સાથે વિશેષ જાણકારી ચીરસમય માટે યાદ રહે તેવા આશયથી ચંદુભાઈ એ.ટી.ડી.  તેમજ શાળા પરિવાર અને આચાર્ય પ્રવિણભાઇ સાધુના માર્ગદર્શન હેઠળ બાળકોને વિવિધ પ્રાણીઓ પક્ષીઓના મોહરા પહેરાવી તેની ઓળખ અને વિશેષતા જણાવવામાં આવી. બાળકોને વન્ય પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિની અને ઉછેર કરવા સમજ આપવામાં આવી. વનથી થતા ફાયદા અને જો જંગલ ના હોય તો ગેરફાયદા જણાવ્યા. શાળાના બગીચાના વૃક્ષોનું જતન કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. તેમજ બાળકોમાં આ કાર્યક્રમમાં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.


Download Our B K News Today App



Related News