ડરો નહીં, સતર્ક રહો, વારંવાર સાબુથી હાથ ધુઓ, ગિર્દીવાળી જગ્યાઓથી દૂર રહો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-06 17:22:39
  • Views : 511
  • Modified Date : 2020-03-06 17:22:39

વિશ્વના 81થી વધુ દેશ અત્યારે કોરોનાવાઈરસની અડફેટમાં આવી ગયા છે. વૈજ્ઞાનિક આલમ કોરોનાવાઈરસની દવા શોધવામાં લાગી ગઈ છે, પરંતુ કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. ચીનમાં ડોક્ટરો આ બીમારીમાંથી સાજા થઈ ગયેલા લોકોના પ્લાઝમાનો ઉપયોગ અન્ય દર્દીઓના ઈલાજમાં કરી રહ્યા છે. જોકે આ બીમારીનાં લક્ષણ અને તેનાથી બચવાના ઉપાયો વિશે વિશ્વભરના લોકોને માહિતગાર કરાઈ રહ્યા છે. કોરોનાવાઈરસ જેવી વાઈરલ બીમારી, જેનો કોઈ ઈલાજ અસ્તિત્વમાં જ ન હોય, તેનાથી બચવા માટે આપણે શું કરી શકીએ? અમેરિકાના વોશિંગ્ટનના હેલ્થ સેક્રેટરી ડૉ. જ્હોન વાઈઝમેન કહે છે કે જો કોઈને શરદી કે ફ્લુ હોય તો દિવસમાં અનેક વખત સાબુથી 20 સેકન્ડ સુધી ઘસી ઘસીને હાથ ધોવા જોઈએ.સવાલ જવાબથી સમજો કોરોના વાઈરસ શું છે અને તેનાથી બચવાના ઉપાયો..

ચેપ અને તેનાથી બચવા માટેના ઉપાયોથી જોડાયેલા સવાલોના જવાબો માટે ભાસ્કર ટીમે મુંબઈના જસલોક હોસ્પિટલ એન્ડ રિસર્ચના હેડ અને ઈન્ફેક્શિયસ ડિસીઝ એક્સપર્ટ ડો. ઓમ શ્રી વાસ્તવથી વાતચીત કરી અને દુનિયાભરમાંથી કેટલીક રિસર્ચ ઈનસ્ટિટ્યૂટના રિપોર્ટ્સ સામેલ કર્યા છે. જાણો વાઈરસથી જોડાયેલા સવાલોના જવાબો...

સવાલ: શું છે કોરોના વાઈરસ તેનાથી કેવી રીતે ચેપિત થવાય છે?
જવાબઃ 
અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા અનુસાર, કોરોના વાઈરસ એક ખાસ પ્રકારના વાઈરસનો સમૂહ છે, જે ખાસ કરીને પશુઓમાં જોવા મળે છે. તેને વૈજ્ઞાનિકો ‘જૂનોટિક’ કહે છે. તેનો મતલબ એ થાય છે કે તે પશુઓમાંથી નીકળીને તે માણસોમાં ફેલાઈ રહ્યો છે.

WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના જણાવ્યા અનુસાર આ SARS (સિવિઅર એકયૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ)વાઈરસ જેટલો જ ખતરનાક છે. ચીન હોંગકોંગમાં વર્ષ 2002માં SARS ને લીધે 8 હાજર લોકો ચેપિત બન્યા હતા અને 1,425 લોકોનાં મૃત્યું થયાં હતા.

કોરોના વાઈરસ અત્યાર સુધીના 6 સૌથી ખતરનાકમાંથી એક છે. કોરોના વાઈરસ નવા પ્રકારનો વાઈરસ છે, જે માણસોને ચેપિત કરે છે પરંતુ તેની જાણ વહેલી તકે થતી નથી.
નોર્ટિંઘમ યુનિવર્સિટીના વાયરોલોજિસ્ટ જોનાથન બોલના જણાવ્યા અનુસાર, મહદ અંશે સંભવ છે કે આ વાઈરસ પશુઓમાંથી જ માણસોમાં આવ્યો હોય.ચીનની નેશનલ હેલ્થ કમિશને અગાઉ જણાવ્યું હતું કે આ વાઈરસને કન્ટ્રોલ કરી શકાય છે પરંતુ હવે તે મુશ્કેલ છે.

સવાલ: વાઈરસનો ચેપ લાગ્યો તે કેમ સમજી શકાય?
જવાબઃ 
તેનાં લક્ષણ સામાન્ય રીતે શરદી-ઉધરસ જેવા જ દેખાય છે. કફ, ગાળામાં સોજો, માથાનો દુખાવો, ભારે તાવ અને શ્વાસ લેવામાં તકલીફ ચેપના લક્ષણો હોઈ શકે છે. તેવામાં સાવચેતી રાખવી જરૂરી છે.

સવાલ: કેવી રીતે ફેલાય છે વાઈરસ?
જવાબઃ
 પશુઓના સંપર્કમાં આવનારા માણસોને આ વાઈરસ ચેપિત કરે છે. સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા અનુસાર, આ વાઈરસ છીંક, ઉધરસ અને હાથ મિલાવવાથી ફેલાય છે. આ સિવાય ચેપિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી તેનું જોખમ વધી જાય છે. વર્ષ 2011માં થયેલાં એક રિસર્ચ મુજબ શ્વાન અને બિલાડીમાં કોરોના વાઈરસનો ચેપ ઝડપથી થાય છે.

સવાલઃ ચેપ લાગ્યા પછી શું કરવું?
જવાબ:
 અત્યાર સુધીમાં કોરોના વાઈરસની કોઈ રસી કે દવા શોધવામાં આવી નથી. મોટે ભાગે તેનાં લક્ષણો સમજવામાં વાર લાગી જાય છે. તાજેતરમાં આ વાઇરસની સારવાર માટે પેઈન કિલર અને તાવની દવા આપવામાં આવે છે. સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા અનુસાર, હુંફાળા પાણીથી સ્નાન કરવાથી ગાળામાં સોજો અને ઉધરસમાં રાહત મળે છે. આ વાઈરસનો ચેપ લાગ્યો હોય તો વધારે માત્રામાં પાણી પીવું જોઈએ અને પૂરતી માત્રામાં ઊંઘ લેવી જોઈએ.

સવાલઃ ગર્ભવતી મહિલાઓ માટે કેટલો જોખમી વાઈરસ?
જવાબ
: ગર્ભવતી મહિલાઓ માટે MERS અને SARS પણ ખતરનાક છે. વર્ષ 2014માં થયેલાં એક રિસર્ચ મુજબ, આ વાઇરસના ચેપજી આવનારા બાળકનાં મૃત્યુનું જોખમ રહેલું છે.સવાલઃ SARS અને કોરોના વાઈરસમાં શું અંતર?

જવાબ: સામાન્ય રીતે વાઈરસ ઓછી રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતા માણસોને ચેપિત કરે છે. તેમાં બાળકો અને વૃદ્ધો સામેલ છે. વાઇરસનો ચેપ નિમોનિયા, બ્રાન્કાઈટિસની જેમ શ્વાસનળીમાં સોજાના રૂપે જોવા મળે છે.
કેટલાક કોરોના વાઈરસ એવા છે જે માણસો માટે ઘણાં જોખમી છે. MERS અને SARS પણ એક પ્રકારના કોરોના વાઈરસ છે. WHOના જણાવ્યા અનુસાર,પ્રથમ વખત SERSને ચીનના ગુઆંગડોગ પ્રાંતમાં શોધવામાં આવ્યો હતો. તે સૌ પ્રથમ શ્વાસનળીને અસર કરે છે. તેને લીધે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ, થાક, ડાયેરિયા અને ગંભીર સ્થિતિમાં કિડની ફેલ પણ થઈ શકે છે. ગંભીર સ્થિતિન દર્દીની ઉંમર સાથે સંકળાયેલી છે. અર્થાત જેટલી વધારે ઉંમર મૃત્યુનું જોખમ તેટલું જ વધારે.

Download Our B K News Today App



Related News