સંક્રમણ વધતા તહેવારો પર વીરપુર મંદિર 12 દિવસ અને ખોડલધામ મંદિર 9થી 16 ઓગસ્ટ સુધી બંધ રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-06 13:45:00
  • Views : 374
  • Modified Date : 2020-08-06 13:45:00

    રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે તહેવારો પર મંદિરોમાં ભાવિક ભક્તોની ભીડ એકઠી ન થાય તે માટે સૌરાષ્ટ્રમાં કેટલાક મંદિરો બંધ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધી રહ્યો છે. તેમાં પણ તહેવારોના દિવસો નજીક આવી રહ્યાં છે. જેથી જન્માષ્ટમીના તહેવારો પર વીરપુરનુ જલારામ મંદિર કાલથી 12 દિવસ અને ખોડલધામ મંદિર 9થી 16 ઓગસ્ટ સુધી બંધ રહેશે. બીજી તરફ ઉપલેટાનું માર્કેટિંગ યાર્ડ 18 ઓગસ્ટ સુધી અને જામનગરનુ માર્કેટિંગ યાર્ડ 16 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છેસુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર 8થી 20 ઓગસ્ટ સુધી એટલે કે 12 દિવસ સુધી બંધ રહેશે. આગામી દિવસોમાં આવતા તહેવારોને ધ્યાને લઈને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોના મહામારીને લઈને પૂજ્ય શ્રી જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છેસામાન્ય દિવસો કરતા તહેવારો અને રજાના દિવસોમાં ભક્તો ખોડલધામ મંદિરે દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. પણ હાલ સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધુ ફેલાય રહ્યું છે અને બીજી તરફ તહેવારો નજીક આવી રહ્યાં છે. જેથી ખોડલધામ મંદિરમાં ભક્તોની ભીડ ન થાય તે માટે આગામી 9થી 16 ઓગસ્ટ સુધી ખોડલધામ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 16 ઓગસ્ટ બાદ સરકારની ગાઈડલાઈન મુજબ મંદિર રાબેતા મુજબ દર્શન માટે ખુલ્લુ રહેશે. એટલું જ નહીં, પણ મંદિર દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા અને તહેવારોમાં વધુ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. મહત્વનું છે કે ઓગસ્ટ મહિનાના આ સપ્તાહમાં જ જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસની જાહેર રજાઓ આવી રહી છે..

Download Our B K News Today App



Related News