12 દિવસ બંધ રહ્યા બાદ વિરપુરનું જલારામ મંદિર આજથી ખુલ્યું, ટોકન લેવું ફરજીયાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-21 16:15:43
  • Views : 319
  • Modified Date : 2020-08-21 16:15:43

     સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરનું જલારામ મંદિર 12 દિવસ બંધ રહ્યા બાદ આજથી ભક્તો માટે ખુલ્યું છે. જો કે દર્શન કરવા માટે ભક્તોએ ટોકન લેવું ફરજીયાત છે. જન્માષ્ટીના તહેવારોને લઈને વિરપુરનું જલારામબાપાનું મંદિર દર્શનાર્થીઓ માટે 12 દિવસ બંધ રાખવામાં આવ્યું હતું.મહત્વનું છે કે વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોના મહામારીને ધ્યાને લઈને પૂજ્ય શ્રી જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબારા દ્વારા મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી આજે 12 દિવસ બાદ ભક્તો માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યુ છે. જો કે ભક્તોએ ટોકન લેવું ફરજીયાત છે. જલારામ મંદિરમાં દર્શન કરવાનો સમય સવારે 7થી 1 અને બપોરે 3થી 7નો રાખવામાં આવ્યો છે. સરકારીના ગાઈડલાઈન મુજબ ભક્તો દર્શન કરી શકશે.

Download Our B K News Today App



Related News