સૌરાષ્ટ્ર યુનિ.ની વિદ્યાર્થિની પાસે શરીરસુખની માંગ કરનાર પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ નોંધાશે, લેવાયો મોટો નિર્ણય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-05 17:24:04
  • Views : 403
  • Modified Date : 2020-02-05 17:24:04

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જાતિય સતામણીના કેસમાં એક મોટા સમાચાર મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના પ્રોફેસર ડો.હરેશ ઝાલાની Ph.D વિદ્યાર્થિની પાસે શરીર સુખ માગવાની ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી. ત્યારથી આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બનેલો છે. પ્રોફેસરને બે દિવસ પહેલા આ કેસમાં ક્લિનચીટ આપી દેવામાં આવી હતી. પરંતુ આજે નવો વળાંક આવ્યો છે. હવે સમાચાર મળી રહ્યા છે કે પ્રોફેસર હરેશ ઝાલા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે અને પોલીસ ફરિયાદ બાદ વોઈસ રેકોર્ડિંગને FSLમાં મોકલવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમાજશાસ્ત્ર ભવનના ડો. હરેશ ઝાલાના મામલે સિન્ડિકેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સમાજ શાસ્ત્રના એચઓડી ડો. હરેશ ઝાલાનો પીએચ.ડી.ની વિદ્યાર્થીની સાથે બિભત્સ વાતો કરતો ઓડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ ભારે હોબાળા બાદ બે દિવસ પહેલા ક્લિનચીટ આપી દેવામાં આવી હતી. પરંતુ આજે અચાનક મોટો વળાંક આવ્યો હતો. હવે સિન્ડિકેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડો. હરેશ ઝાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરશે. પોલીસ ફરિયાદ બાદ વોઈસ રેકોર્ડિંગનું એફ.એસ.એલ કરવામાં આવશે. આ સિવાય નિવૃત્ત જજની કમિટીની રચના કરવામાં આવશે. સિન્ડિકેટની બેઠકમાં મહત્વપૂર્ણ ચાર નિર્ણય લેવામાં આવ્યા છે.
બીજા એક નિર્ણયમાં જુન 2020 પછી લેવાનાર તમામ પરીક્ષામાં તમામ વિષયોમાં રિ-એસએસમેન્ટની છૂટ આપવામાં આવી છે. એક-બે સિવાય નહીં પરંતુ વિદ્યાર્થીઓ તમામ વિષયનું રિ-એસએસમેન્ટ કરાવી શકશે.

Download Our B K News Today App



Related News