વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટણમાં જંગી જાહેરસભાને સંબોધી પુલવામા હુમલાને લઈને વિપક્ષ પર કર્યા જોરદાર પ્રહારો, વિપક્ષ મોદીની પાછળ પડી ગયો છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-22 07:23:34
  • Views : 497
  • Modified Date : 2019-04-22 07:23:34

ગુજરાતમાં પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થાય તે પૂર્વે મોદી-શાહનો ઝંઝાવતીપ્રચારવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રવિવારે  પાટણ ખાતે જાહેરસભાને સંબોધી હતી. ગુજરાતમાં ૨૩મી ના રોજ ૨૬ લોકસભા બેઠક પર મતદાન યોજાનાર છે અને આજે સાંજે ૫ વાગ્યા બાદ ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડશે. ત્યારે પ્રચારનો ધમધમાટ જોવા મળે છે. વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે. વડાપ્રધાને પાટણ પહોંચીને જનસભાને જણાવ્યું કે, હું  તો તમારા લોકોના આશીર્વાદ લેવા આવ્યો છું. આ પાટણની ભૂમિએ વર્ષો સુધી ભારત અને વિશ્વમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. મારા માટે આ ચૂંટણી સભા નથી પરંતુ મને જેમણે મોટો કર્યો તેમના દર્શન કરવાનો અવસર છે. સામાન્ય રીતે સારા પ્રસંગે આપણે જે રીતે વડીલોના દર્શન લઈએ છીએ તે રીતે આજે હું મારા માટે સર્વસ્વ એવા ગુજરાતીઓના આશીર્વાદ લેવા આવ્યો છું. મોદીએ જણાવ્યું કે, આજે દુનિયાના નેતાઓ સાથે હું હાથ મિલાવતો હોઉં અને તમારી સાથે હાથ મિલાવતો હોઉં ત્યારે એની ઉર્જા અને ખુમારી કંઈક અલગ હોય છે. તમે બધા ગુજરાતીઓએ મને ટીપી ટીપીને ઘડયો છે. તમે મને જે કસોટીમાંથી પાસ કર્યો છે તેમાં હું ક્યારેય ઉણો નથી ઉતર્યો. હવે તો દેશની ચલણી નોટોમાં પણ ગુજરાતનો દબદબો છે. એક તરફ આપણા મહાત્મા ગાંધીજી અને બીજી તરફ આપણી પાટણની રાણકી વાવ. રૂ.૧૦૦ ની નવી નોટ પર પાટણની રાણકી વાવનો ફોટો છાપીને ગુજરાતને દેશમાં પ્રસિદ્ધ કર્યુ. આપણા દેશના સૈનિકોએ એર સ્ટ્રાઇક કરી તો આ મહામિલાવટી લોકોએ એના પુરાવા માંગવાનું શરૂ કર્યુ. આ સરદાર પટેલની ધરતીનું સંતાન આજે વડાપ્રધાન બન્યો છે. દેશને આગળ ધપાવવા દેશને નુકસાન પહોંચાડતા તત્વોને નાથવા ખુબ જરૂરી છે.આ પ્રસંગે ગુજરાત લોકસભા પ્રભારી ઓમ માથુર, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ કેબિનેટ મંત્રી જય નારાયણ વ્યાસ, જીઆઇડીસી ચેરમેન બળવંતસિંહ રાજપૂત, પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી સહિત ઉત્તર ગુજરાતના ચાર ઉમેદવાર મહેસાણાથી શારદાબેન પટેલ, ઉંઝા વિધાનસભાના ઉમેદવાર આશાબેન પટેલ, બનાસકાંઠાના ઉમેદવાર પરબતભાઈ પટેલ, પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભી (ઠાકોર) સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.સભામંડપ નાનો પડતા જ્યાં જગ્યા મળી ત્યા બેઠા લોકોનરેન્દ્ર મોદીની સભામાં હજારો લોકો ત્રણેય જીલ્લામાંથી ઉમટી પડ્‌યા હતા જેના કારણે સભામંડપ નાનો પડ્‌યો હતો અને લોકો એ જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયા હતા અને મોદીને આરામથી માણ્યા હતા અને ફરી મોદી સરકારના નારા લગાવ્યા હતા.બનાસડેરીએ ખેડૂતોને નવી દિશા આપી છે.નરેન્દ્ર મોદીએજણાવેલ કે બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ દુધની સાથે સાથે ખેડૂતોને મધનું ઉત્પાદન કરતા કર્યા છે જે ખેડૂત વગર ખર્ચે મોટા પ્રમાણમાં મધમાંથી આવક મેળવી શકે છે અને તે બનાસકાંઠામાં શંકરભાઇ ચૌધરીએ શક્ય બનાવ્યુ છે અને બીજા ખેડૂતો પણ આવી આવક મેળવતા થાય તે જરુરી છે. જેથી ૨૦૨૨ સુધીમાં દરેક ખેડૂતની આવક બમણી થશે.અમે બહેનોની આંખોના આંસુ બંધ કર્યા છે.પહેલા ગરીબોના ઘરમાં રસોઇ કરવા માટે લાકડા વિણવા પડતા હતા અને ત્યાર પછી તે ચુલા ઉપર ભોજન બનતુ હતુ જેમાં બહેનોની આંખમાં ધુમાડાના લીધે આંસુઓ આવતા હતા અને કેટલીયે બહેનોને આંખની તકલીફ થતી હતી જેથી અમે ૭ કરોડ બહેનોને ગેસ કનેકશન આપીને તેમનીઆંખના આંસુ બંધ કર્યા છે.
 

Download Our B K News Today App



Related News