કાશ્મીર / વિપક્ષી નેતાઓ સાથે રાહુલ ગાંધી દિલ્હીથી રવાના, શ્રીનગરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-24 13:38:44
  • Views : 502
  • Modified Date : 2019-08-24 13:38:44

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છે0 370 ખતમ કર્યા પછી શનિવારે પહેલીવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અન્ય વિપક્ષના નેતાઓ સાથે આજે શ્રીનગર જવા રવાના થઈ ગયા છે. તેઓ અહીં રાજ્યની સ્થિતિ જાણશે અને સ્થાનિક લોકો સાથે મુલાકાત પણ કરશે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર પ્રશાસન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસને કહ્યું છે કે, વિપક્ષી નેતાઓ કાશ્મીર ન આવે અને અમને સહયોગ આપે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિપક્ષી પ્રતિનિધિમંડળને શ્રીનગર એરપોર્ટની બહાર નહીં જવા દેવામાં આવે.પ્રશાસને ટ્વિટ કર્યું છે કે, નેતાઓની મુલાકાતથી અસુવિધા ઉભી થશે. અમે લોકોને આતંકીઓથી બચાવવામાં વ્યસ્ત છીએ. પ્રશાસને કહ્યું છે કે, નેતાઓ તે પ્રતિબંધોનું પણ ઉલ્લંઘન ન કરે જે વિવિધ ક્ષેત્રોમાં લાદવામાં આવ્યા છે. સીનિયર નેતાઓએ સમજવું જોઈએ કે, શાંતિ-વ્યવસ્થા જાળવી રાખવા અને નુકસાનને રોકવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ.રાહુલ ગાંધી સાથે વિપક્ષના નેતાઓમાં ગુલામ નબી આઝાદ, સીપીઆઈના ડી રાજા, માકપાના સીતારામ યેચુરી, એનસીપીના માજિદ મેમણ તેમજ આરજેડીના મનોજ ઝા સામેલ છે.મંજૂરી મળશે તો વિપક્ષના નેતાઓ અન્ય વિસ્તારમાં જઈ શકશેજો વિપક્ષના નેતાઓને મંજૂરી મળશે તો તેઓ રાજ્યના અન્ય વિસ્તારમાં જઈ શકે છે. અત્યાર સુધી અનુચ્છેદ 370ને ખતમ કર્યા પછી કોઈ પણ રાજકીય નેતાઓને જમ્મુ-કાશ્મીરમાં જવાની મંજૂરી આપવામાં આવી નથી. સ્થાનિક નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલા, ઓમર અબ્દુલા અને મહેબૂબા મુફ્તીને નજરબંધ રાખવામાં આવ્યા છે.રાહુલ-મલિકની વચ્ચે વિવાદ થઈ ચૂક્યો છેઆ પહેલાં કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદને રાજ્યમાં પ્રવેશ આપવામાં આવ્યો નહતો અને તેમને બે વાર રોકવામાં આવ્યા હતા. ડી. રાજાને પણ શ્રીનગરથી પરત મોકલવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી અને રાજ્યપાલ સત્યપાલ મલિક વચ્ચે રાજ્યની મુલાકાત લેવા મામલે ટ્વિટર પર દલીલો પણ થઈ હતી.

જો વિપક્ષના નેતાઓને મંજૂરી મળશે તો તેઓ રાજ્યના અન્ય વિસ્તારમાં જઈ શકે છે. અત્યાર સુધી અનુચ્છેદ 370ને ખતમ કર્યા પછી કોઈ પણ રાજકીય નેતાઓને જમ્મુ-કાશ્મીરમાં જવાની મંજૂરી આપવામાં આવી નથી. સ્થાનિક નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલા, ઓમર અબ્દુલા અને મહેબૂબા મુફ્તીને નજરબંધ રાખવામાં આવ્યા છે.રાહુલ-મલિકની વચ્ચે વિવાદ થઈ ચૂક્યો છેઆ પહેલાં કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદને રાજ્યમાં પ્રવેશ આપવામાં આવ્યો નહતો અને તેમને બે વાર રોકવામાં આવ્યા હતા. ડી. રાજાને પણ શ્રીનગરથી પરત મોકલવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી અને રાજ્યપાલ સત્યપાલ મલિક વચ્ચે રાજ્યની મુલાકાત લેવા મામલે ટ્વિટર પર દલીલો પણ થઈ હતી.

Download Our B K News Today App



Related News