થરા ખાતે શ્રી વિનય રંગોત્સવનું આયોજન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-23 15:47:02
  • Views : 414
  • Modified Date : 2020-02-23 15:47:02

થરા ખાતે શ્રી વિનય રંગોત્સવનું આયોજન કરાયું


કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ શ્રી કાંકરેજ આંજણા કેળવણી મંડળ સંચાલિત શ્રી વિનય વિદ્યા મંદિર આયોજીત "શ્રી વિનય રંગોત્સવ" નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાંકરેજની વિરલ વસુંધરામાં પવિત્ર મહામાસમાં જગતવિધા આધાર સ્વરૂપ સરસ્વતી માતાના મંદિર સમાન શ્રી વિનય વિધા મંદિર થરાના આંગણે બાળકોના શ્રમદાન અને પરિવારના સંકલ્પ અને સહકારથી  મહાશિવરાત્રીના પાવન રાત્રે ૮ થી ૧૨ કલાક સુધી " શ્રી વિનય   રંગોત્સવ" નું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહના અધ્યક્ષ  અણદાભાઈ આર.પટેલ ચેરમેન  એ.પી.એમસી. થરા પ્રમુખ કાંકરેજ આંજણા કેળવણી મંડળ થરા, ઉદઘાટક ભરતસિંહજી ડાભી સાંસદ સભ્ય લોકસભા પાટણના પ્રતિનિધિ, મુખ્ય મહેમાન કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ પી.વાઘેલા, અતિથિ વિશેષો મહિલા અગ્રણી રીયાબેન એ.પટેલ, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ એ. પટેલ, થરાનગર પાલિકા પ્રમુખ  ભારતીબેન કે.અખાણી (ઠક્કર), થરા સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ સી.વાઘેલા, ગિરીશભાઈ એ.પટેલ પૂર્વ સરપંચ તાણા, કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ તેજાભાઈ આર.દેસાઈ, વિરભણભાઈ ડી.પટેલ દેસાઈ કાંકરેજ પરગણું, કાંકરેજ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ડાહ્યાભાઈ એન. પીલીયાતર (પટેલ), થરા નગરપાલિકા કારોબારી અધ્યક્ષ ખાનુંભા કે.વાઘેલાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવેલ. પધારેલ મહાનુભાવોનું પુષ્પગુચ્છ, મોમેન્ટો તથા શાલથી સન્માન વિનય વિદ્યા મંદિરના ઈ.આચાર્ય ઈશ્વરભાઈ બી.પટેલ, મંત્રી માનસુંગભાઈ વી.પટેલ, શિક્ષક હરેશભાઈ શંકરભાઈ ચૌધરી તથા શાળા પરિવાર તેમજ મંડળના ટ્રસ્ટીગણે કરેલ. શિક્ષક  ચેખલિયાએ શાળાની આછેરી રૂપરેખા રજૂ કરેલ. ઉપસ્થિત મહેમાનોએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરેલ. શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત, ગણેશ વંદના, બમ-બમ બોલે, અંગ્રેજી સ્પીચ, રાસ, નાટક કુરિવાજ, ફની ડાન્સ, શિવ તાંડવ, ઘૂમ્મર, આર્મી પરેડ, આર્મી અભિનય, માઈમ નાટક, પાર્વતી નૃત્ય, વાગ્યો રે ઢોલ, આદિવાસી નૃત્ય, પિરામીડ વગેરે કાર્યક્રમ રજૂ કરી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરેલ. શ્રોતાજનોએ રોકડ દાન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ.આ પ્રસંગે કાંકરેજ નાયબ મામલતદાર તેજાભાઈ પટેલ, પ્રગતિ બેંક થરાના ચેરમેન ચિનુભાઈ એસ.શાહ, હર્ષદભાઈ આઈ.ઠક્કર હિમાની મોલ તાણા,  રમેશભાઈ પટેલ, અતુલભાઈ કે.શાહ, સંજયભાઈ બી.સોની, અનુભા કે.વાઘેલા, શંકરભાઈ આર.પટેલ-ખસા, રાયમલભાઈ ડી.પટેલ, કુરાભાઈ મોર (પટેલ), થરા વહેપારી એસોસિએશનના મંત્રી રાજુભાઈ એસ.પ્રજાપતિ, પ્રવિણભાઈ એમ.પરમાર, ચંદુજી વી.ઠાકોર, રમેશભાઈ જોષી-મોટા જામપુર, ઉમેશભાઈ વી.પ્રજાપતિ, ગોદાવરીબેન એસ.ત્રિવેદી, રમેશભાઈ ચૌધરી અધગામ, 




Download Our B K News Today App



Related News