વીર દાદાના યજ્ઞમાં લાખો લિટર ઘી ભક્તોએ હોમ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-04 13:37:56
  • Views : 534
  • Modified Date : 2019-10-04 13:37:56

વડગામ તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ મગરવાડામાં પરંપરાગત વીર દાદાના યજ્ઞમાં લાખો લિટર ઘી ભક્તોએ હોમ્યું હતું અને વીર દાદાના દર્શન કરી પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી.

સુપ્રસિધ્ધ યાત્રાધામ મગરવાડામાં મણીભદ્ર વીર મહારાજનું મંદિર આવેલું છે. અને જ્યાં પરંપરાગત આસો સુદ પાંચમના દિવસે લોકમેળો ભરાય છે. આ મેળામાં આજુબાજુથી ભક્તો મોટી સંખ્યામાં સાથે ઘી લઇ આવે છે અને ઘી યજ્ઞમાં હોમે છે. ગુરુવારે અહીં લોકમેળો ભરાયો હતો. જેમાં આવેલા ભક્તો માટે મંદિર દ્વારા ચા, પાણીની વ્યવસ્થા કરાઇ હતી. ભક્તો વીર દાદાના દર્શન કરી યજ્ઞમાં ઘી હોમાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અંગે મંદિરના ગાદીપતિ મ.સા.વિજય સોમજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે ‘આજે હજારો ભક્તોએ વીર દાદાના દર્શન કરી પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી અને યજ્ઞમાં ગામના બ્રાહ્મણો દ્વારા વિધિવત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગામના સરપંચ પ્રકાશસિંહ રાજપૂત, સામંતસિંહ રાજપૂત, ભરતસિંહ રાજપૂત, ફલજીભાઈ ચૌધરી સહિત ગામના અગ્રણીઓ દ્વારા યજ્ઞમાં પરંપરા ગત ઘી હોમવામાં આવ્યું હતું અને ગામની સુખાકારી અને આવેલાં ભક્તોની વીર દાદા મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

વડગામ તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ મગરવાડામાં વીર દાદાના યજ્ઞમાં લાખો લિટર ઘી ભક્તોએ હોમ્યું હતું.

Download Our B K News Today App



Related News