લાખણીમાં અર્બુદા મંડળી દ્વારા વીજકરંટથી મૃત્યુ પામનારના પરિવારને સહાયનો ચેક આપ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 06:55:12
  • Views : 452
  • Modified Date : 2019-04-15 07:00:04

લાખણીમાં કામ કરતી ધી અર્બુદા ક્રેડિક કો.ઓ. નામની મંડળી દ્વારા સભાસદોના વીમા લેવામાં આવ્યા હતા. ત્યારે થોડા સમય અગાઉ લાખણી તાલુકાના પેપરાળ ગામના પટેલ જગમાલભાઈ નાગજીભાઈનું વીજકરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. ત્યારે મંડળી દ્વારા વીમા કંપની પાસે રજુઆત કરીને તનો વીમો પાસ કરાવ્યો હતો અને તેનો એક લાખનો ચેક  મૃત્યુ પામનારના પરિવારને રૂબરૂ આપીને સેવાનું કામ કર્યું હતું. આ પ્રસંગે મંડળીના ચેરમેન નર્મદભાઈ પટેલ મંડળીના મેનેજર લાલજીભાઈ પટેલ ધી ઇન્ડિયા ન્યુ ઇન્સ્યોરન્સ ડીસા શાખાના મેનેજર સી.જી.પંચાલ સહિત પરિવારના સદસ્યો અને મંડળીના કર્મચારીઓ હાજર રહ્યા હતા. ત્યારે પરિવારના સભ્યોએ મંડળીનો આભાર માન્યો હતો.


Download Our B K News Today App



Related News