મારી તમામ કામગીરી ચાલુ રાખીશઃ વિજયરૂપાની જાણો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-15 14:39:36
  • Views : 679
  • Modified Date : 2020-04-15 14:42:10

 ડો. આર.કે. પટેલ અને ડો. અતુલ પટેલની સલાહ મુજબ કોરોના ટેસ્ટ અંગે નિર્ણય લેવાશેઃ ઇમરાન ખેડાવાલાને પોલીસવડા શિવાનંદ ઝા અને ચીફ સેક્રેટરી અનિલ મુકીમ મળ્યા નથીઃ અમે ત્રણ જ મળ્યા છીએ :મુખ્યમંત્રીકોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને સામાન્ય તાવ-શરદી હોવાથી કોરોના ટેસ્ટ કરાવેલ છતાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી તથા અનેક પત્રકારોને જોખમમાં મુકી દીધા છે. ગઇકાલે મુખ્યમંત્રીના નિવાસે મળેલ મિટીંગમાં જેમને હવે કોરોના પોઝીટીવ આવેલ છે. તેવા શ્રી ઇમરાન ખેડાવાલા ઉપસ્થિત હતા તેના  પગલે વિજયભાઇ, અકિલા નિતિનભાઇ, પ્રદીપસિંહ જાડેજાએ તમામ મિટીંગો કેન્સલ કરી છે. આજે સવારે ૯IIવાગે અકિલા સાથેની ખાસ મુલાકાતમાં મુખ્યમંત્રી  શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે અત્યારે ૧૧ વાગે ડો. આર.કે.પટેલ અને કોરોના અંગેના નિષ્ણાંત ડો. અતુલભાઇ પટેલ તેમને મળશે તે પછી પોતે કોરોના અંગે ટેસ્ટ કરાવવો કે કેમ તે નકકી કરશે. તેમણે વધુમાં કહેલ કે મારી તમામ કામગીરી આ કોરોના સંકટના સમયે ચાલુ રહેશે. અધીકારીઓ-અગ્રણીઓ  સાથે ટેલીફોનીક અને વીડીયો કોન્ફરન્સથી સતત સંપર્કમાં રહી કાર્ય ચાલુ રાખીશ. તેમણે કહેલ કે ઇમરાન ખેડાવાલા મને, નિતિનભાઇ પટેલને અને પ્રદીપસિંહ જાડેજાને મળ્યા હતા. અમે તેનાથી લગભગ ૨૦ ફુટ દુર બેઠા હતા. અને મીટીંગ પછી તુરત હુ મારી ચેમ્બરમાં ચાલ્યો ગયેલ તેમનો બહાર જવાનો રસ્તો કનિદૈ લાકિઅ જુદો છે. શ્રી ઇમરાન ખેડાવાલાની સાથે શ્રી ગ્યાસુદીન શેખ અને શ્રી શૈલેષ પરમાર આવ્યા હતા અને  બહાર નીકળી તેઓ સંખ્યાબંધ પત્રકારોને નર્મદામાં મળ્યા હતા. આ તમામના કોરોના ટેસ્ટ કરાવવા જરૂરી બન્યા છે. શ્રી વિજયભાઇએ એ વાતને નકારી કાઢેલ કે ચીફ સેક્રેટરી શ્રી અનીલ મુકીમ અને રાજયના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાને પણ ઇમરાનભાઇ મળ્યા હતા. માત્ર અમને ૩ને (વિજયભાઇ-નિતિનભાઇ-પ્રદીપસિંહ) જ તેઓ મળ્યા હતા. આમ વિજયભાઇ તમામ કામગીરી ચાલુ રાખશે, હાલ તુર્ત કોઇને મળશે નહિ અને વિડીયો કોન્ફરન્સ અને ટેલીફોનીક દ્વારા કોરોના સંકટને ભરી પીવા તમામ કામગીરી ચાલુ રાખશે.

Download Our B K News Today App



Related News