ઈમરાન ખેડાવાલાનો ભત્રીજો અને ડ્રાઈવર હોમ ક્વોરન્ટીન, MLAના સંપર્કમાં આવેલા 30 લોકોના સેમ્પલ લેવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-15 14:07:16
  • Views : 394
  • Modified Date : 2020-04-15 14:09:17

ઈમરાન ખેડાવાલા સાથે ગઈકાલે થયેલી મિટિંગ અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે  CM વિજય રૂપાણી પોતાના ગાંધીનગર સ્થિતિ મુખ્યમંત્રી આવાસ બંગલા નંબર 26માં હોમ ક્વોરન્ટીન થયા છે.  આણંદના MP મિતેષ પટેલની આગેવાનીમાં ચરોત્તર વિદ્યામંડળના સભ્યોએ પણ તાજેતરમાં મુખ્યમંત્રીને હાથોહાથ વડાપ્રધાન રાહત ભંડોળમાં રૂ. 25 લાખ અને મુખ્યમંત્રી રાહત ભંડોળમાં રૂ. 50 લાખના બે ચેક આપ્યા હતા. ત્યારબાદ MP મિતેષ પટેલ સેલ્ફ આઈસોલેટ થયા હતા. આજે ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીઓમાં 56 નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 42 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં પોઝિટિવ કેસોનો આંકડો 695 કેસ થયા છે. આજે કોરોનાના કારણે બે દર્દીના મોત થયા છે. જેમાં વડોદરામાં 14 વર્ષીય બાળકી અને સુરતમાં 45 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું હતું.કોરોના સંભવિત-સંક્રમિતના સંપર્કમાં આવનાર માટે WHOની ગાઈડલાઈન જેમને પણ કોરોનાના લક્ષણો દેખાય અથવા જેમનો ટેસ્ટ કરાયો હોય અને રિઝલ્ટ બાકી હોય તેમણે જાહેરમાં સંપર્કમાં આવવાનું ટાળવું.કોરોના પોઝિટિવ રિપોર્ટ આવે તે દર્દીના સંપર્કમાં આવનારા તમામ લોકોને ક્વોરન્ટીન કરવા અને તેમના પણ ટેસ્ટ કરાવવા. જેમનો પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હોય તેમણે રિઝલ્ટ ન આવે ત્યાં સુધી કોઈને સ્પર્શ ન કરવો, 1 મીટરથી નજીકના દાયરામાં ન જવુ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેવા દર્દીને 14 દિવસ સુધી કોવિડ હોસ્પિટલમાં સંપૂર્ણ આઈસોલેશનમાં રાખવા. તમામ હળવા કેસને આરોગ્ય સુવિધામાં ન લઈ જઈ શકાય તો જોખમી પરિબળોના આધારે તેમને ઘરે કે અન્ય સ્થળે ક્વોરન્ટીન કરવા.જે પણ લોકો કોરોના પોઝિટિવ દર્દીના રૂબરૂ સંપર્કમાં આવ્યા હોય તેમણે 14 દિવસ દરમિયાન રિપિટ કોરોના ટેસ્ટ કરાવવા.ખેડાવાલાનો પરિવાર હોમ ક્વોરન્ટીનઈમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમનો ભત્રીજો અને ડ્રાઈવર હોમ ક્વોરન્ટીન થયા છે. જ્યારે MLAના સંપર્કમાં આવેલા 30 લોકોના સેમ્પલ લેવાયા હતા. જેમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું પણ સેમ્પલ લેવાયું છે.ગુજરાત અપડેટઈમરાન ખેડાવાલાની સાથે મુખ્યમંત્રીને મળનાર MLA ગ્યાસુદ્દીન શેખનું સેમ્પલ લેવાયું

Download Our B K News Today App



Related News