CM વિજય રૂપાણીની તબિયત લથડી, બાકીના કાર્યક્રમો રદ

  • Published By :
  • Published Date : 2019-04-21 11:14:12
  • Views : 429
  • Modified Date : 2019-04-21 11:14:12

 લોકસભા ચૂંટણીનું 23મીએ ગુજરાતમાં મતદાન થવા જઇ રહ્યું છે. ત્યારે ચૂંટણી પ્રચાર માટે હવે રવિવારનો દિવસ જ રહ્યો છે. તમામ પક્ષો પોતાના પ્રચારમાં જોર  લગાવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે સતત પ્રવાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારે સૌરાષ્ટ્રના પ્રવાસે હતા તો બપોર પછી તેમની તબિયત અચાનક બગડતા તેમના બાકીના કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હતા.મુખ્યમંત્રી વિજય રૂપાણીનો રાજકોટના પ્રવાસ બાદ સુરેન્દ્રનગરમાં જાહેરસભાનો કાર્યક્રમ હતો. તેઓ હેલિકોપ્ટર મારફતે સુરેન્દ્રનગર પહોંચ્યા હતા. જોકે, તેમની તબિયત અચાનક લથડતા કાર્યક્રમમાં પહોંચે તે પહેલા પરત ફર્યા હતા. અને તેમનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો.  મુખ્યમંત્રી વિજય રૂપાણીને હેલિકોપ્ટરમાંથી ઉતરતા વોમિટિંગ થવા લાગ્યું હતું. જેના પગલે તેમને સારવાર આપવામાં આવી હતી. 

Download Our B K News Today App



Related News