વીજળી બિલ ભરવા લાંબી લાઇનોમાં ઉભવાની ઝંઝટ પૂરી, હવે બેંક એકાઉન્ટમાંથી સીધા પૈસા કપાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-19 14:14:18
  • Views : 979
  • Modified Date : 2019-08-19 14:14:18

આ સેવા અંતર્ગત વીજ ‌બિલ ભરવાની છેલ્લી તારીખના એક દિવસ પહેલાં ગ્રાહકના ખાતામાંથી વીજ બિલની રકમ ઓટોમે‌ટિક પીજીવીસીએલના ખાતામાં જમા થઈ જશે. ગ્રાહક પોતાના બિલની રકમના આધારે એ પણ નક્કી કરી શકશે કે તેને તેના ખાતામાંથી કેટલું વીજ બિલ હોય તેટલી રકમની લિમિટ તે બાંધી શકશેવીજ કંપનીની આ સેવાથી રાજ્યભરના અનેક વીજ ગ્રાહકોને બહુ મોટો ફાયદો થશે, જોકે આ લાભ લેવા માટે ગ્રાહકે પોતાના સબ ડિવિઝનમાં જઈને આ સેવા માટેનું ફોર્મ ભરવું પડશે, જેમાં ગ્રાહકની બેંક સંબંધિત માહિતી દર્શાવવાની રહેશે. જેટલું ‌બિલ આવતું હોય તેના આધારે ફોર્મની અંદર બિલની લિમિટ પણ દર્શાવવાની રહેશે. બેંકના ખાતામાં વીજ કંપનીને  બિલર તરીકે દર્શાવવાની રહેશે. આ રીતે રજિસ્ટર બિલની રકમ બેંકના ખાતામાંથી જમા થઈ જશે. જેના કારણે ગ્રાહકે વીજ બિલ ભરવા માટે લાંબી લાઈનમાં ઊભા નહીં રહેવું પડે. ગ્રાહકે બિલની રકમ ભરવાની તારીખ અને રકમ યાદ નહીં રાખવી પડે તેમજ મોડું બિલ ભરવાની પરિસ્થિતિમાં દંડ પણ નહીં ભોગવવો પડે.

Download Our B K News Today App



Related News