ઘેડનાં 10 ગામ સંપર્ક વિહોણાં, અનેક ગામનાં રસ્તા હજુ બંધ, લોકો ગોઠણ ડુબ પાણીમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-13 13:28:54
  • Views : 430
  • Modified Date : 2019-09-13 13:28:54

જિલ્લામાં છેલ્લા 15 દિવસ પડી રહ્યો છે. તેમાં પણ છેલ્લા ત્રણ દિવસમાં ખુબ વરસાદ પડયો છે. ઓઝત બે કાંઠે વહી રહી છે. ઓઝતનું પાણી ઘેડ પંથકમાં પહોંચ્યું છે. જેનાં કારણે સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાઇ ગયું છે. ઘેડનાં લોકો બેઘર થઇ ગયાં છે. પુરની સ્થિતિ ઓસરતાં ઘેડની વાસ્તવિક સ્થિતિ સામે આવી છે. આજે પણ ઘેડનાં અનેક ગામડાઓનાં જવાનાં રસ્તે પાણી ભરેલા છે. એટલું જ નહીં ઘેડનાં ગામડાઓમાં ગોઠણ-ગોઠણ સુધી પાણી છે.હજુ પણ લોકોનાં ઘરમાં પાણી ભરાયેલા છેકેશોદ, માંગરોળ અને માણાવદરનાં અનેક ગામો હજુ પાણીમાં ગરકાવ છે. કેશોદનાં બામણાશા, મધડા, મુળીયાસા, અખોદર, સરોડ, પાડોદર, પંચાળા, બાલાગામ, બાંટવાનાં કડેગી, અમીપુર, ઘેડ બગસરા, હંટરપુર, ફુલેરા સહિતનાં ગામોમાં પાણી ભરેલા છે. તેમજ આ ગામો બે દિવસથી સંપર્ક વિહોણા છે. ઓઝત, મધુવંતી, ઉબેણ, સાબલી નદીએ ઘેડ પંથકને ઘમરોળી નાંખ્યો છે. ઘરોમાં પાણી ભરેલા હોય લોકોએ છતનો આશરો લેવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઘેડનાં 24 ગામ આપત્તી જનક છે. જેમાંથી 10 ગામો હજુ સંપર્ક વિહોણા છે. આ વિસ્તારમાં હજુ ગોઠણડુબ પાણી ભરેલા છે.પાણી ઉલેચીને પણ કયાં નાંખવું, ખેતરમાં ગોઠણ સુધી પાણીઘેડનાં ગામડાઓનાં ઘરોમાં ગોઠણ સુધી પાણી ભરાઇ ગયાં છે. લોકો પાણી ઉલેચીને કયાં નાંખે. મગફળીનાં ખેતરોમાં ગોઠણસુધી પાણી પાણી ભરાઇ ગયાં છે. મગફળીનો પાક નિષ્ફળ જવાની ભિતી સેવાઇ રહી છે. મુંગા પશુઓની હાલત કફોડી બની છે. ત્યારે પશુ માલિકો સંઘર્ષ કરી રહ્યાં છે. ઘેડનાં માર્ગો પર હાલ વાહન વ્યવહાર બંધ છે. લોકો ઉંટગાડીનો સહારો લઇ રહ્યાં છે. હાલ અહીં અન્ય વાહન ચાલી શકે તેમ નથી. ઘેડનાં અનેક ગામડાઓમાં હજુ પણ પાણી ભરેલા છે. લોકો ગોઠણડુબ પાણીમાં અવર-જવર કરી રહ્યાં છે.આ ગામનાં રસ્તા હજુ બંધપાડોદરથી બામણાસા, બામણાસાથી મંડોદરા, સરોડ થી બામણાસા, આખાથી બામણાસા, અખોદરથી પાડોદર, પંચાળાથી અખોદર, અખોદર જવાનાં રસ્તાઓ બંધ છે. જેમાં પાણી ઓસરવાનું નામ લેતું નથી. તેમાં પણ અખોદર અને બામણાસા, સરોડ સંપર્ક વિહોણા બન્યાં છે.

Download Our B K News Today App



Related News