વાસણપરૂમાં વિફરેલા ઊંટે માલિકને જ માથેથી ઊચકી નીચે પટકી મોતને ઘાટ ઉતાર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-19 15:17:00
  • Views : 528
  • Modified Date : 2020-02-19 15:17:00

 પાલનપુરના વાસણપરૂ ગામમા શુક્રવારે ઉંટને ચરાવીને પરત ફરતી વખતે વિફરેલા ઉંટે માલીકને મોઢાથી ઊંચકી નીચે પટકી દેતા ઉંટ માલીકનુ મોત નિપજ્યુ હતુ. ઊંટ ભાગ્યે જ પોતાના માલિક પર હુમલો કરે છે.તેવામાં પાલનપુરના વાસણપરૂમા રહેતા જયંતિભાઇ બુધાભાઇ પટણી(ઉ.વ 45)શુક્રવારે ઉંટને ગામ આજુબાજુના વાડામા ચરાવવા લઇ ગયા હતા.ત્યાથી પરત ફરતી સમયે રસ્તામા વિફરેલા ઉંટે પોતાના માલિક જયંતિભાઇને જ મોઢાથી ઉપાડીને બચકા ભરીને રોડ પર પટકી દીધો હતો.ઉંટની આ હરક્તથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને રોકકળ મચી ગઇ હતી. ગંભીર ઇજાઓ થતા સ્થાનિકોએ 108ને જાણ કરી હતી. જ્યાં સ્થળ પર પહોચેલા 108ના સ્ટાફે ઇજાગ્રસ્ત જયંતિભાઇનુ મોત નિપજ્યુ હોવાનુ જણાવતા પરીવાર સહીત પંથકમા શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ.મૃતક ઉંટલારીમાં સામાનની હેરાફેરી કરી પરિવારનુ ગુજરાન ચલાવતા હતા.- ડોક્ટર  ના જણાવ્યા અનુસાર, ઉંટએ એવુ પશુ છે કોઇ વાર કોઇ અજાણ્યા વ્યક્તિને નુક્સાન કરી શકે પંરતુ માલીકને તો ન જ કરે. પરંતુ કોઇ સમયે ઉંટને હડકવા કે મગજનો કોઇ રોગ થાય તો તે મગજ પરનુ સંતુલન ગુમાવી બેસે છે.અને નુકસાન પહોચાડે છે. 

Download Our B K News Today App



Related News