બનાસકાંઠા જિલ્લામાં કુલ ૯૨,૬૨૮ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-05 15:52:41
  • Views : 357
  • Modified Date : 2020-03-05 15:52:41

બનાસકાંઠા જિલ્લામાં કુલ ૯૨,૬૨૮ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે 

આજે  ૫ મી માર્ચથી ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઇ રહ્યો છે. આ પરીક્ષાઓ નિર્ભય અને શાંત વાતાવરણમાં યોજાય તેમજ વિદ્યાર્થીઓ સારી રીતે 

પરીક્ષા આપી શકે તે માટે કલેકટર સંદીપ સાગલેના માર્ગદર્શન અનુસાર બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક આયોજન અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વર્ષેબનાસકાંઠાજિલ્લામાંથી ધોરણ-૧૦ અને ૧૨ના કુલ- ૯૨,૬૨૮ વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આપશે. બનાસકાંઠા જિલ્લામાં ૨૮૦ પરીક્ષા બિલ્ડીંગોમાં ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. બનાસકાંઠા જિલ્લામાં ધો.૧૦ના ૬૦,૦૮૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૭,૯૮૨ અને વિજ્ઞાન પ્રવાહના ૪,૫૬૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્રોમાં સી.સી.ટી.વી. કેમેરા તથા ટેબ્લેટ ગોઠવવામાં આવ્યા છે. પરીક્ષા સમય દરમ્યાન સતત વીજ પુરવઠો જળવાઇ રહે અને વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળે આવવા-જવા સમયસર બસ મળી રહે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાના સ્થળોની અંદર બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોની ખાસ કાળજી લેવાશે.   પરીક્ષાઓ શાંત અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાય તેમજ કોઇ ગેરરીતિ ન થાય તે માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે અને જરૂરી જાહેરનામા પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. જેનો ચુસ્ત અમલ કરવા અધિકારીઓને સૂચના અપાઇ છે. પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થાય તે માટે તંત્ર દ્વારા પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.     


Download Our B K News Today App



Related News