કોલેજના વિદ્યાર્થીઓ ટેબ્લેટ અંગે રજુઆત કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-04 15:11:10
  • Views : 391
  • Modified Date : 2020-03-04 15:11:10

કોલેજના વિદ્યાર્થીઓ  ટેબ્લેટ અંગે રજુઆત કરાઈડીસા એન.એસ.યુ.આઈ.  પ્રતિનિધિ મંડળ  દ્વારા ડી.એન.પી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ સાથે યુનિવર્સિટી મજાક કરવાનું બંદ કરે અને વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે ટેબ્લેટ વિતરણ કરવામાં આવે. તેમજ ડીસા કોલેજ આચાર્યને વિનંતી કરવામાં આવી કે યુનિવર્સિટીને પત્ર લખી વિદ્યાર્થીની રજૂઆત યુનિવર્સિટી સુધી પહોંચાડે. આ પ્રસંગે હાર્દિકભાઈ પઢીયાર-પ્રમુખ ડીસા તાલુકા એન.એસ.યુ.આઈ.,  દિપકભાઈ દેદાઈ-મંત્રી બ.કા.જિલ્લા એન.એસ.યુ. આઈ., મનિષભાઈ દેસાઈ-ઉપપ્રમુખ ડીસા કોલેજ, હિમેશભાઈ અમીન સહિતના યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કોલેજમાં અભ્યાસક્રમમાં પડતી અન્ય તકલીફો સાથે ટેબ્લેટથી વંચિત વિદ્યાર્થીઓને તત્કાલિક ટેબ્લેટ અપાય એવી રજૂઆતો કરાઈ હતી.


Download Our B K News Today App



Related News