થરાદના વાડીયા ગામે વિદ્યાર્થીઓના જીવ જાખમમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-20 11:46:14
  • Views : 515
  • Modified Date : 2019-06-20 11:46:14

થરાદ તાલુકાના વાડીયા ગામની શાળામાં શિક્ષણ છે, શિક્ષકો છે, પરંતુ બાળકો અભ્યાસ કરે છે જીવના જાખમે. કારણ કે આ શાળા જર્જરીત હાલતમાં છે અને શાળાના ઓરડાઓની છતમાંથી પોપડા પડે છે.
કહેવાય છે ને કે... કૂવામાં હોય તો અવાડામાં આવે ...  પણ આતો ઉલટું છે, કૂવામાં હોવા છતાં પણ અવાડામાં આવતું નથી. વાત છે થરાદ તાલુકાના બહુજ ચર્ચિત એવા અને આખા દેશમાં જાણીતા એવા વાડીયા ગામની.  જયાં શાળામાં બાળકો આવે છે, શિક્ષકો આવે છે, પણ શાળાના રૂમો ખંડેર હાલતમાં છે. દિવાલો પર તિરાડો પડેલી છે. શાળાના ઓરડાઓમાં બેસતા બાળકો પણ ડરી રહ્યા છે. કારણ આયે દિન અહીં છતમાંથી પોપડા પડે છે.  વિદ્યાર્થીઓને બેસવા માટે અને

ભણવા માટે મોટી સમસ્યા ઉભી થઇ રહી છે. એક બાજુ સરકાર વિકાસની મોટી મોટી વાતો કરતી હોય છે અને બીજી બાજુ શાળાના રૂમો પણ ખંડેર જેવા છે. વરસાદના સમયે તો જાણે આભ તૂટી પડવા જેવી તકલીફો અને ભય બાળકોમાં હોય છે. થરાદ તાલુકાના વાડીયા ગામમાં જયાં સરકાર દ્વારા સુધારા કરવાની કોશિશોના પરિણામે આજે આ ગામમાં પરીવર્તન આવી ગયું છે. આજે ગામના બાળકો શાળામાં જવા લાગ્યા છે. બાળકો ભણે છે પણ આ ખંડેર જેવા મકાનમાં ભણવું પડે છે જીવ અધ્ધર રાખીને.
ગામના જાગૃત અગ્રણી એવા રમેશભાઈએ જણાવ્યું હતું  કે અમે ગ્રામ પંચાયતથી લઇને રાજ્યકક્ષા સુધી અનેક વખત રજૂઆત કરી પણ કોઈ અમારા ગામમાં દેખવા પણ આવતું નથી. શું અમે ભારત દેશના નાગરિક નથી કે શું અમારી કોઈ રજૂઆત સરકારના લગતા વળગતા અધિકારીઓ સાંભળવા તૈયાર નથી ? હવે અમારે કોને કરવી રજૂઆત ?
 આ ગામમાં વર્ષોથી સ્વસ્તિક સંસ્થા ગામમાં સુધારા લાવી રહી છે. ત્યારે  આ ગામના લોકોને સહકાર મળી રહે તે માટે સરકાર કેમ આવતી નથી ? ગામમાં પાણી, વીજળી જેવી જીવન જરૂરિયાત વાળી સુવિધાઓનો પણ અભાવ છે.  વાડીયા ગામને વડગામડા પંચાયત લાગે છે. ત્યારે ગામના સરપંચ તો આજ સુધી વાડીયા ગામમાં દેખવા માટે પણ આવ્યા નથી. ગામના સ્થાનિક લોકો દ્વારા જણાવ્યું કે અમે પંચાયતથી લઇને રાજય કક્ષા સુધી મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે કે અમારા ગામની શાળાને નવા મકાન આપવામાં આવે. બાળકોનું ભાવિ જોખમમાં છે, કયારે છત પડી જાય તે નક્કી પણ નથી. તો નવા મકાનોની શાળાના આચાર્ય દ્વારા અને ગામના લોકો દ્વારા પંચાયતમાં અને તાલુકા મથકે રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ જવાબ આજ સુધી આવ્યો નથી.
હવે જોવાનું એ રહ્યું કે  કયારે તંત્ર આ ગામના બાળકોનું સાંભળે છે ? અને કયારે નવા મકાનો શાળાને આપે છે.

Download Our B K News Today App



Related News