ઓસ્ટ્રેલિયાથી ડીસા આવેલા 4 તબીબોને ખાંસી અને શરદી થતાં સિવિલમાં લવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-14 10:43:59
  • Views : 781
  • Modified Date : 2020-03-14 10:43:59

 ઓસ્ટ્રેલિયાથી ડીસા ગાંધી લીંકન હોસ્પિટલમાં 3 સપ્તાહની પ્રેક્ટીસ માટે આવેલા 4 તબીબોને ખાંસી, શરદી જણાતા તેમને શંકાસ્પદ હાલતમાં ચેકઅપ અર્થે પાલનપુરની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે. જ્યા રીપોર્ટ માટે લેવાતા જરૂરી સેમ્પલો લેવાની કામગીરી હાથ ધરાઇ હતી. જો કે શનિવારે સાંજે રીપોર્ટ આવ્યા બાદ શંકાપ્સદ દર્દીઓની હાલત જાણી શકાશે. પાલનપુર સિવિલ હોસ્પીટલમા અગાઉ એક કાણોદરના યુવક અને તે બાદ થાઇલેન્ડથી પરત આવેલી પાલનપુરની યુવતિને શંકાસ્પદ હાલતમાં સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમા ખસેડાયા હતા.જ્યાં સેમ્પલ લઇ રીપોર્ટ અર્થે મોકલાયા હતા.ત્યારે રીપોર્ટ નેગેટીવ આવતા દર્દીઓના સગા સહીત તબીબોએ હાશકારો અનુભવ્યો હતો. ત્યા 5મી માર્ચે ઓસ્ટ્રેલિયાથી તબીબી પ્રેક્ટીસ માટે ડીસાની ગાંધી લીંકન હોસ્પિટલમાં આવેલા 4 તબીબોને શરદી, ખાંસી જણાતા 4 તબીબોને શુક્રવારે પાલનપુરની સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા.ત્યારે સાંજે સિવિલ સ્ટાફ દ્વારા ચારેયને બ્લડના સેમ્પલ લેવાયા હતા. ચારેય દર્દીઓને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમા રાખવામા આવ્યા છે.શનિવાર સાંજ સુધી રીપોર્ટ આવ્યા બાદ દર્દીઓની સ્થિતી જાણી આગળની સારવાર હાથ ધરાશે તેવુ સિવીલ સુત્રોએ જણાવ્યુ હતુ. સિવિલમાં શંકાસ્પદ હાલતમાં ખસેડાયેલા 4 વિદેશી તબીબોને જોઇ હોસ્પિટલ કંમ્પાઉન્ડમા હાજર દર્દીઓના સગાઓ અચરજમાં મુકાયા હતા. કોરોના ચેપી રોગ હોવાથી જ્યારે જ્યારે શંકાસ્પદ હાલતમાં દર્દીને રીપોર્ટ અર્થે સિવિલમાં લાવ્યાની જાણ હોસ્પિટલને અડીને આવેલા બ્રાહ્મણવાસના લોકોને થાય છે. ત્યારે વિસ્તારના રહીશો ફફડાટ સાથે દર્દીઓના રીપોર્ટની રાહ જોવા આતુર બનતા હોય છે.સ્થાનિક રહીશે જણાવ્યું કે અમે સિવિલને અડીને રહીએ છીએ મારા સંતાનો સિવિલની આજુબાજુ રમતા હોય છે.જેથી અમને આવા ચેપી રોગોના કેસ જ્યારે સિવિલમાં આવે ત્યારે ભય રહે છે.

Download Our B K News Today App



Related News