વારાહી આંગણવાડી કેન્દ્રનો અનાજનો જથ્થો લારીમાં ભરી વેચવા જતાં વીડિયો વાઈરલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-28 11:47:52
  • Views : 331
  • Modified Date : 2020-07-28 11:47:52

   સાંતલપુરના તાલુકા મથક વારાહીની આંગણવાડીના બાળકો માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ અનાજનો જથ્થો સગેવગે થતો હોવાનું બહાર આવ્યું છે. આ જથ્થો બજારમાં દુકાને વેચાયો હોવાનો વિડીયો વાયરલ થતાં સીડીપીઓ દ્વારા તપાસનો આદેશ અપાયો છે. રાધનપુર અને સાંતલપુર તાલુકામાં આંગણવાડીઓનું સંચાલન જાણીતી સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. સાંતલપુર તાલુકામાં 56 જેટલા આગણવાડી કેન્દ્રો આવેલા છે.તાલુકા મથક વારાહી ખાતે 10 જેટલી આગણવાડીઓ ચાલે છે.કોરોનાને લઈ બાળકોને આંગણવાડી કેન્દ્રમાં બોલાવવામાં આવતા નથી પરંતુ સપ્તાહમાં દર ગુરુવારે આંગણવાડી ખાતે સુખડી બનાવીને બાળકોને સુખડી વિતરણ કરાય છે. ત્યારે વારાહીના એક આંગણવાડી કેન્દ્રના બાળકો માટે આવેલ અનાજનો જથ્થો બારોબાર લારીમાં ભરી બજારમાં દુકાને વેચવા જતો હોવાનો વીડિયો વાયરલ થતા આ બાબતે સીડીપીઓ કમળાબેન દ્વારા તપાસ હાથ ધરાઈ છે.પ્રોગ્રામ ઓફીસર રમીલાબેને જણાવ્યુ હતુ કે તપાસમાં ગેરરીતી બહાર આવશે તો પોલીસ ફરીયાદ કરવામાં આવશે. કાર્યકર બહેનને આગણવાડી કેન્દ્ર ખાતે બોલાવી હતી પરંતુ આવ્યા ન હતા અને તેમને નોટીસ પણ મોકલી હતી.પરંતુ નોટીસ પણ સ્વીકારી નથી.તમામ લાભાર્થીઓના નિવેદન લીધા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Download Our B K News Today App



Related News